Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

TRP GameZone : રાજકોટ TRP ગેમ ઝોન હત્યાકાંડના આરોપીના ઘરે પહોંચ્યું Gujarat First

રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (TRP GameZone) હત્યાકાંડમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સતત નવા અપડેટ અને માહિતી તેના દર્શકો સમક્ષ પહોંચાડી રહ્યું છે. આ દરમિયાન, ગુજરાત ફર્સ્ટ ગેમઝોન હત્યાકાંડના આરોપી રાહુલ રાઠોડના (Rahul Rathod) ઘરે પહોંચ્યું હતું. જો કે, આરોપીનું ઘર...
trp gamezone   રાજકોટ trp ગેમ ઝોન હત્યાકાંડના આરોપીના ઘરે પહોંચ્યું gujarat first
Advertisement

રાજકોટ (Rajkot) TRP ગેમઝોન (TRP GameZone) હત્યાકાંડમાં ગુજરાત ફર્સ્ટ (Gujarat First) સતત નવા અપડેટ અને માહિતી તેના દર્શકો સમક્ષ પહોંચાડી રહ્યું છે. આ દરમિયાન, ગુજરાત ફર્સ્ટ ગેમઝોન હત્યાકાંડના આરોપી રાહુલ રાઠોડના (Rahul Rathod) ઘરે પહોંચ્યું હતું. જો કે, આરોપીનું ઘર બંધ હતું અને ઘરના મુખ્ય દ્વાર પર મસમોટું તાળું લાગેલું હતું. આરોપી હાલ પોલીસ પકડથી પણ દૂર છે.

આરોપીના ઘરે અલીગઢી તાળા

જણાવી દઈએ કે, રાજકોટ TRP ગેમઝોન (TRP GameZone) હત્યાકાંડમાં આરોપીઓ પૈકી રાહુલ લલિતભાઈ રાઠોડના (Rahul Rathod) ઘરે ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી હતી. ગોંડલ (Gondal) મહાદેવ વાડી શેરી નં-6માં આવેલ આરોપી રાહુલ રાઠોડનું ઘર બંધ હતું અને મુખ્ય દરવાજા પર અલીગઢી તાળા જોવા મળ્યા હતા. માહિતી મુજબ, હત્યાકાંડની ઘટના બની તે રાતે રાહુલના ઘરે સ્થાનિક પોલીસ ગઈ હતી. પરંતુ, પોલીસ આવે તે પહેલા જ રાહુલ રાઠોડ ઘરે તાળા મારી ફરાર થયો હતો. હાલ પણ રાહુલના ઘરે તાળા છે અને આરોપી પોલીસ પકડથી દૂર છે.

Advertisement

આરોપી રાહુલ રાઠોડના ઘરે અલીગઢી તાળા લાગ્યા

Advertisement

ગુજરાત ફર્સ્ટના પોલીસે સણસણતા સવાલ

જો કે, ગુજરાત ફર્સ્ટના (Gujarat First) કેમેરામાં રાહુલના ઘરના ફળીયામાં પડેલી તેની કાર કેદ થઈ હતી. ત્યારે સવાલ થાય છે કે ઘટના બાદ પણ કેમ આરોપી હજી પોલીસ પકડથી છે દૂર ? આ હત્યાકાંડમાં માસૂમ બાળકો સહિત 33 લોકોનો મૃત્યુ થયા, આ અગ્નિકાંડ માટે જવાબદાર રાહુલ રાઠોડ સુધી ક્યારે પહોંચશે પોલીસ ? આરોપી રાહુલ રાઠોડ સાથે અન્ય આરોપીઓની ક્યારે ધરપકડ કરવામાં આવશે ?

આ પણ વાંચો - Ahmedabad : અમદાવાદીઓ આ GameZone માં જતાં ચેતજો! Gujarat First ના રિયાલિટી ચેકમાં ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો - બેશરમ પોલીસ! RAJKOT આગકાંડનો આરોપી ભાગી ગયો, તેના હમશકલને ઝડપી લીધો

આ પણ વાંચો - TRP Game Zone Tragedy : હૈયું કંપાવે એવા હત્યાકાંડ બાદ રાજકોટ વેપારી મંડળનો મોટો નિર્ણય

Tags :
Advertisement

.

×