Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે,જાણો સમગ્ર કાર્યક્રમ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. તેમજ અમદાવાદમાં આવતીકાલે 7 કાર્યક્રમોમાં હાજર રહેશે. તથા 1700 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં પાલજમાં નાઈપરના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે. AMC અને ઔડાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. GCCIમાં ઉદ્યોગપતિને સંબોધન કાર્યક્રમનું આયોજન છે....
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવશે જાણો સમગ્ર કાર્યક્રમ
Advertisement

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાત આવશે. તેમજ અમદાવાદમાં આવતીકાલે 7 કાર્યક્રમોમાં હાજર રહેશે. તથા 1700 કરોડના વિકાસના કાર્યોનું લોકાર્પણ કરશે. જેમાં પાલજમાં નાઈપરના નવા ભવનનું ઉદ્ઘાટન કરશે. AMC અને ઔડાના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરશે. GCCIમાં ઉદ્યોગપતિને સંબોધન કાર્યક્રમનું આયોજન છે. તથા ત્રાગડમાં મોટી જનસભાને પણ સંબોધશે.

Advertisement

અમદાવાદ આવેલા RSS ચીફ ભાગવત સાથે મુલાકાતની શક્યતા

અમદાવાદ આવેલા RSS ચીફ ભાગવત સાથે મુલાકાતની શક્યતા છે. તેમજ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. ભારતના ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહ અમદાવાદમાં સાત જેટલા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. તેઓ બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ- RSS ચીફ મોહન ભાગવત પણ હાલમાં અમદાવાદમાં છે આથી, આ બંને વચ્ચેની મુલાકાતની શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.

Advertisement

ઔડાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાપર્ણ કરશે

ગૃહમંત્રી અમિત શાહ સૌથી પહેલા સરખેજ વોર્ડના ઓફાફ તળાવનું, ત્યારબાદ થલતેજ વોર્ડના ભાડજ ગામનું ગામ તળાવનું, ગોતાના ઓગણજના તળાવનું પછી 11 કલાકે ચાંદલોડીયાના જગતપુર ગામનું તળાવનું ખાતમુર્હૂત કરશે. આ ત્રણેક કાર્યક્રમમાં તેઓ સ્થળ ઉપર રૂબરૂ જશે. આ ત્રણ તળાવો બાદ ચાંદલોડિયા વોર્ડના ત્રાગડ ગામના નવનિર્મિત તળાવ તેમજ નવનિર્મિત લલિતા ગોવિંદ ઉદ્યાનનું લોકાપર્ણ કરશે.

કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત  મંત્રીઓ  રહેશે  હાજર

ત્યાર બાદ ત્રાગડ ગામ તળવા પાસે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુર્હૂત અને લોકાપર્ણ કરશે. અમદાવાદના આ કાર્યક્રમો બાદ ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરના પાલજ એરપોર્સ સ્ટેશન સામે આવેલા રાષ્ટ્રીય ફાર્માસ્યૂટિ કલ શિક્ષણ અને સંશોધન સંસ્થા- નાઈપરના નવા ભવનનું લોકાપર્ણ કરશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે.

આ  પણ  વાંચો -કાવેરી જળ વિવાદને લઇને આજે કર્ણાટકમાં બંધનું એલાન, કલમ 144 લાગુ

Tags :
Advertisement

.

×