Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : સ્પામાં ધમધમતા દેહવેપારના ધંધા પર દરોડા, જાણો કેટલી કિંમત વસુલાતી

VADODARA : વડોદરામાં સ્પાની આડમાં ધમધમતા દેહવેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT - VADODARA) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી સહિત મોટી રકમ વસુલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે...
vadodara   સ્પામાં ધમધમતા દેહવેપારના ધંધા પર દરોડા  જાણો કેટલી કિંમત વસુલાતી

VADODARA : વડોદરામાં સ્પાની આડમાં ધમધમતા દેહવેપારના ધંધા પર એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT - VADODARA) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં ગ્રાહકો પાસેથી એન્ટ્રી ફી સહિત મોટી રકમ વસુલવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. આ મામલે પોલીસે એક આરોપીને પકડી પાડવામાં સફળતા મળી છે. જ્યારે અન્ય એક આરોપી વોન્ટેડ છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે.

Advertisement

પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી

વડોદરામાં છુપી રીતે ચાલતા દેહવેપારના ધંધાને નાબુદ કરવા માટે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ (ANTI HUMAN TRAFFICKING UNIT - VADODARA) દ્વારા સક્રિય રહીને કામગીરી કરવામાં આવી રહી છે. તાજેતરમાં ટીમ વડોદરા શહેરમાં પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન બાતમી મળી કે, તૌસિફ ઇસ્માઇલજી ખત્રી પોતાના ફાયદા માટે અન્ય રાજ્યોમાંથી જરૂરીયાતમંદ યુવતિઓ લાવીને ધ રોયલ રિચ સ્ટાયલ સ્પા (લીલેરીયા પેરામાઉન્ટ કોમ્પલેક્ષ, મણીનગર સોસાયટી પાસે, તુલસીધામ, માંજલપુર) માં ગેરકાયદેસર રીતે દેહવેપારના ધંધો કરાવે છે.

એક મહિલાની અટકાયત

તેના દ્વારા ગ્રાહકો પાસેથી રૂ. 1200 - 1500 લઇને એન્ટ્રી આપવામાં આવે છે. બાદમાં ઇચ્છુ પુરૂષો પાસે રૂ. 3000 - 4000 લઇને દેહવેપારનો ધંધો કરવામાં આવતો હતો. બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટ દ્વારા સ્થળ પહોંચીને દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડામાં 7 યુવતિઓને રેસ્ક્યૂ કરવામાં આવી હતી. આ સ્થળેથી એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. અને એક શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

Advertisement

શબાના સ્પા મેનેજર હતી

ઉપરોક્ત કાર્યવાહી અંતર્ગત માંજલપુર પોલીસ મથકમાં ધી ઇમ્મોરલ ટ્રાફીક પ્રિવેન્શન એક્ટ સહિતની કલમો હેઠળ શબાના ઉર્ફે કાજલ ઇસ્માઇલ શેખ (હાલ રહે. સરદાર એસ્ટેટ પાણીની ટાંકી, સબીના ચાલી) (મુળ રહે. મુંબઇ) અને તૌસિફ ઇસ્માઇલજી ખત્રી (રહે. બોડેલી) સામે ગુનો નોંધવામાં આવ્યો છે. શબાના સ્પા મેનેજર તરીકે કામ કરતી હતી. અને આ મામલે તૌસિફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો -- VADODARA : શેર માર્કેટમાં રોકાણ કરાવવાના કૌભાંડમાં 17 ની ધરપકડ

Advertisement

Tags :
Advertisement

.