Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાછરડા જોડે ખોટું થતા પહેલા જ બચાવ

VADODARA : વડોદરા પાસે કરજણમાં પોલીસ જવાન પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ગાયના વાછરડાનું કત્લ કરવાના બદઇરાદે જંગલ તરફ લઇ જવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ જવાને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ત્વરિત બાતમીવાળી જગ્યાએ પહોંચીને કાર્યવાહી કરવામાં આવતા...
vadodara   વાછરડા જોડે ખોટું થતા પહેલા જ બચાવ
Advertisement

VADODARA : વડોદરા પાસે કરજણમાં પોલીસ જવાન પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ગાયના વાછરડાનું કત્લ કરવાના બદઇરાદે જંગલ તરફ લઇ જવામાં આવ્યું હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસ જવાને તપાસ હાથ ધરી હતી. દરમિયાન ત્વરિત બાતમીવાળી જગ્યાએ પહોંચીને કાર્યવાહી કરવામાં આવતા વાછરડું બચાવી લેવામાં સફળતા મળી હતી. આખરે ઉપરોક્ત મામલે બે શખ્સો સામે કરજણ પોલીસ મથક (KARJAN POLICE STATION) માં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

બાદમાં તેમણે સ્થળ તપાસ કરી

કરજણ પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ પ્રવિણભાઇ મગનભાઇએ નોંધાયેલી ફરિયાદ અનુસાર, તેઓ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહ્યા હતા. દરમિયાન સાંપા ગામે આવતા બાતમી મળી કે, સાંપા ગામે પાદર ફળિયામાં રહેતા ઇમરાન દાઉદ પટેલે ગામની સીમના કબ્રસ્તાન સામેના જંગલમાં એક વાછરડાને દોરડા વડે બાંધી કતલ કરવા માટે લઇ જાય છે. વાછરડાને કાપવાના સાધનો રીક્ષામાં લઇ જવાના છે. બાદમાં તેમણે સ્થળ તપાસ કરી હતી. જ્યાં આશરે 2 વર્ષનું વાછરડું બાંધેલુ મળી આવ્યું હતું. ઇમરાન દોડરા વડે કંઇ કરી રહ્યો હતો. તેણે દુરથી બધાને આવતા જોઇને દોટ મુકી હતી.

Advertisement

કોઇ પશુ ચરાવતો નથી

બાદમાં તેમણે બાંધેલા વાછરડાને મુક્ત કરાવ્યો હતો. આ ઘટનામાં નાસી છુટેલો ઇમરાન અગાઉ ગાય કાપતા રંગેહાથ પકડાઇ ગયો હતો. જેલમાંથી છુટ્યા બાદ તેણે થોડા સમય પછી ફરી તે આમ કરતા પકડાઇ ગયો હતો. તેની પાસે કોઇ ખેતર આવેલું નથી. અને તે કોઇ પશુ ચરાવતો નથી.

Advertisement

વધુ કાર્યવાહી તેજ કરી

આખરે ઉપરોક્ત કાર્યવાહીમાં ઇમરાન દાઉદ પટેલ (રહે. પાદર ફળિયુ, સાંપા, કરજણ) અને અજાણ્યા રીક્ષા ચાલક સામે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી તેજ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : “અમારે સ્માર્ટ બનવું નથી”, વિજ મીટરનો કકળાટ યથાવત

Tags :
Advertisement

.

×