Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચૂંટણી બાદ મળેલી ભાજપની બેઠકમાં સિનિયર આગેવાનો સામે રોષ પ્રગટ્યો

VADODARA : વડોદરામાં લોકસભા (VADODARA - LOKSABHA) ની ચૂંટણી પૂર્ણ થયા બાદ સયાજીગંજ સ્થિત ભાજપના કાર્યાલય (BJP OFFICE - VADODARA) પર પાર્ટીની મહત્વની મીટીંગ મળી હતી. જેમાં પૂર્વ મહિલા ડેપ્યુટી મેયર અને સંગઠન અગ્રણી દ્વારા પાર્ટીના સિનિયર આગેવાનો સામે રોષ...
vadodara   ચૂંટણી બાદ મળેલી ભાજપની બેઠકમાં સિનિયર આગેવાનો સામે રોષ પ્રગટ્યો
Advertisement

VADODARA : વડોદરામાં લોકસભા (VADODARA - LOKSABHA) ની ચૂંટણી પૂર્ણ થયા બાદ સયાજીગંજ સ્થિત ભાજપના કાર્યાલય (BJP OFFICE - VADODARA) પર પાર્ટીની મહત્વની મીટીંગ મળી હતી. જેમાં પૂર્વ મહિલા ડેપ્યુટી મેયર અને સંગઠન અગ્રણી દ્વારા પાર્ટીના સિનિયર આગેવાનો સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. મહિલા આગેવાન દ્વારા સિનિયર સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવતા રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ આંતરિક રોષ હવે ધીરે ધીરે બહાર આવતો જોવા મળી રહ્યો છે.

આગેવાનો સામે રોષ ઠલવાયો

વડોદરામાં લોકસભાના ઉમેરવારની પ્રથમ જાહેરાત બાદથી જ આંતરિક કકળાટ સામે આવ્યો હતો. ભાજપ દ્વારા પ્રથમ બે વખતથી સાંસદ રંજનબેન ભટ્ટને ત્રીજી ટર્મ માટે ટીકીટ આપવામાં આવી હતી. તેમની પામે પાર્ટીના જ સિનિયર મહિલા આગેવાન ડો. જ્યોતિ પંડ્યાએ વિરોધ શરૂ કર્યો હતો. જે બાદ શહેરમાં બેનરવોર શરૂ થયો હતો. આખરે રંજનબેન ભટ્ટ દ્વારા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવવામાં આવતા તેમની જગ્યાએ ભાજપે ડો. હેમાંગ જોશીની પસંદગી કરી હતી. ચૂંટણી પ્રચારના દિવસો દરમિયાન સિનિયર આગેવાન તથા હાલના ધારાસભ્ય અને સિનિયર આગેવાન તથ પૂર્વ ધારાસભ્ય દ્વારા સંગઠનની કાર્યશૈલી સામે સામે અલગ અલગ સમયે બળાપો ઠાલવ્યો હતો. ચૂંટણી પૂર્ણ થયા બાદ મળેલી મીટીંગમાં પ્રમુખ, મહામંત્રીઓ સહિતના નેતાઓની હાજરીમાં સંગઠનના કાર્યકર્તાઓ દ્વારા સિનિયર આગેવાનો સામે રોષ ઠલવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સૌને આશ્ચર્ચચકિત કર્યા

શહેરના મહિલા પૂર્વ ડે. મેયર અને હાલ સંગઠનમાં અગ્રણીએ જણાવ્યું હતું કે, શિસ્તબદ્ધ પાર્ટીમાં જાહેરમાં મીટીંગ થતી હોય, તેમાં તમામ કાર્યકર્તાઓએ શિસ્તમાં જ કામ કરવું જોઇએ. પ્રમુખને જાણ કરી કે, શહેર સંગઠનને જાહેરમાં અપમાનિત કરવામાં આવશે તો અમે સાખી નહિ લઇએ. કોઇ વિધાનસભાના ધારાસભ્યએ જાહેરમાં ચૂંટણીની પ્રક્રિયાને લઇને રોષે ભરાયા હતા. અને તેમણે સંગઠન પર આડકતરી રીતે પ્રહાર કરતા હતા. તેઓ વડોદરા શહેરના સિનિયર નેતા છે, અમારા વડીલ છે, સન્માનિત વ્યક્તિ છે, ધારાસભ્ય છે, તેમણે જાહેરમાં આ વિષય જાહેરમાં મુકીને સૌને આશ્ચર્ચચકિત કર્યા હતા.

Advertisement

ભુસા ભજીયાની વાતો તદ્દન ખોટી

વધુમાં તેમણે કહ્યું કે, વડોદરામાં રોજ શહેરમાં 10 જેટલી સભાઓ થતી હતી. જેમાં તમામને ભોજન આપવામાં આવતું હતું. તેમણે ભુસા ભજીયાને લઇને કરેલી વાતો તદ્દન ખોટી હતી. આ એક આંતરિક ચર્ચા હતી. જેમાં અનેક કાર્યકર્તાઓ દ્વારા સુર પુરાવવામાં આવ્યો હતો. જો નાના કાર્યકર્તાઓ પાસેથી શિસ્તની અપેક્ષા રાખવામાં આવતી હોય, તો સિનિયર આગેવાનોએ પણ શિસ્ત રાખવી જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : હરણી બોટકાંડ મામલે VMC ના ત્રણ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ

Tags :
Advertisement

.

×