Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લોકસભા ઉમેદવારના નામાંકન વેળાએ ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ દાઝ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના ઉમેદવાર (BJP LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના નામાંકન વેળાએ પદયાત્રામાં ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ કોર્પોરેટર દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે ગેસ ભરેલા ફુગ્ગાઓ કેટલા જોખમી હોઇ...
vadodara   લોકસભા ઉમેદવારના નામાંકન વેળાએ ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ દાઝ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં ભાજપના ઉમેદવાર (BJP LOKSABHA CANDIDATE) ડો. હેમાંગ જોશી (DR. HEMANG JOSHI) ના નામાંકન વેળાએ પદયાત્રામાં ગેસ ભરેલા ફુગ્ગા ફાટતા ત્રણ કોર્પોરેટર દાઝ્યા હોવાની ઘટના સામે આવી છે. જેને કારણે ગેસ ભરેલા ફુગ્ગાઓ કેટલા જોખમી હોઇ શકે છે તેની સાબિતી આપતી વધુ એક ઘટના આપણી સામે આવવા પામી છે. ગેસ ભરેલા ફુગ્ગાઓ ડો. હેમાંગ જોશી દ્વારા હવામાં ઉડાડવામાં આવનાર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

સંગીતાબેન ચોક્સી, મનીષ પગાર અને સ્મિત પટેલ દાઝી ગયા

વડોદરામાં ગતરોજ ભાજપના લોકસભા ઉમેદવાર ડો. હેમાંગ જોશીએ નામાંકન પત્ર ભર્યું છે. તે નિમિત્તે તેઓ ઇસ્કોન મંદિરથી ચાલતા આવીને કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેવામાં દિવાળીપૂરા ગાર્ડન નજીક આવેલી મીરા સોસાયટી પાસે ભાજપના કોર્પોરેટર હાથમાં કેસરી કલરના ગેસ ભરેલા ફુગ્ગા લઇને ઉભા હતા. ઉમેદવારની પદયાત્રામાં ફટાકડા ફોડવામાં આવ્યા હતા. તેમાંથી ફટાકડાનું તણખલું ગેસ ભરેલા ફુગ્ગામાં લાગતા ફાટ્યા હતા. જેમાં ભાજપના ત્રણ કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી, મનીષ પગાર અને સ્મિત પટેલ દાઝી ગયા હતા. ગેસ ભરેલા ફુગ્ગાની સંખ્યા 500 જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Advertisement

દાઝેલા કોર્પોરેટર જાતે હોસ્પિટલ પહોંચ્યા

આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જેમાં ભાજપના લોકસભા ઉમેદવાર રોડ સાઇડ ફુગ્ગા લઇને ઉભેલા કોર્પોરેટર નજીક પહોંચે તે પહેલા જ તેમાં બ્લાસ્ટ થાય છે. અને જો કે, આ ઘટનાને લઇને પદયાત્રા રોકાતી નથી. પદયાત્રા નિયત રૂટ પર આગળ પહોંચે છે. આ ઘટનામાં દાઝેલા કોર્પોરેટર જાતે હોસ્પિટલ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. તમામ કોર્પોરેટર પૈકી સંગીતા ચોક્સી વધારે દાઝ્યા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

ગેસના ફુગ્ગાઓથી દુર રહેવું જ હિતાવહ

અત્રે ઉલ્લેખનીય છે કે, 5 મહિના પહેલા મહેસાણામાં ગેસના ફુગ્ગા ફાટવાની ઘટના સામે આવી હતી. તેમાં 30 જેટલા લોકો દાઝ્યા હોવાનું સામે આવ્યું હતું. જે બાદ ગતરોજ વડોદરામાં ગેસના ફુગ્ગા ફાટવાને કારણે દાઝવાની ઘટના સામે આવી છે. આ ઘટનાક્રમ જોતા હવે ગેસના ફુગ્ગાઓથી દુર રહેવું જ હિતાવહ છે. ખાસ કરીને બાળકોને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા આ ફુગ્ગાઓ જોખમી સાબિત થઇ શકે છે.

આ પણ વાંચો --  VADODARA : મંદિર બહાર કાર પાર્કિંગને લઇ ધીંગાણું, સામ-સામે નોંધાઇ ફરિયાદ

Tags :
Advertisement

.

×