Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પદાધિકારીઓ બાદ હવે ધારાસભ્યનું "એકલા ચાલો રે"

VADODARA : વડોદરા ભાજપ (VADODARA BJP) માં ચૂંટાયેલા કોર્પોરેટર, અને સંગઠન વચ્ચેની ભાંજગડ અનેક વખત સામે આવતી રહે છે. હવે આમાં ધારાસભ્ય પણ જોડાયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરાના વાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમના વિસ્તારમાં...
vadodara   પદાધિકારીઓ બાદ હવે ધારાસભ્યનું  એકલા ચાલો રે
Advertisement

VADODARA : વડોદરા ભાજપ (VADODARA BJP) માં ચૂંટાયેલા કોર્પોરેટર, અને સંગઠન વચ્ચેની ભાંજગડ અનેક વખત સામે આવતી રહે છે. હવે આમાં ધારાસભ્ય પણ જોડાયા હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં વડોદરાના વાડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય મનીષાબેન વકીલ તેમના વિસ્તારમાં વરસાદી કાંસ સહિતની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા. અહિંયા તેમની સાથે માત્ર તેમના જૂથના માનીતા કોર્પોરેટર સિવાય કોઇ ન હતું. જેને લઇને પાલિકાના પદાધિકારીઓ બાદ હવે મહિલા ધારાસભ્ય એકલા ચાલો રે ની રીત અપનાવી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

સ્થાનિક કોર્પોરેટરોની ધરાર અવગણના

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી પુર્ણ થયા બાદ વડોદરા ભાજપનો અંદરનો ખટરાગ ધીરે ધીરે સામે આવવા પામ્યો છે. સંગઠન અને ચૂંટાયેલા પ્રતિનીધીઓ વચ્ચેની માથાકુટ ચૂંટણી બાદ તુરંત સામે આવવા પામી હતી. જે બાદ તાજેતરમાં પાલિકાના હોદ્દેદારો મેયર અને ચેરમેન દ્વારા પ્રિમોન્સુન કામગીરીની સમીક્ષા સમયે સ્થાનિક કોર્પોરેટરોની ધરાર અવગણના કરતા હોવાનું સામે આવ્યું છે. આ અંગે કેટલાક કોર્પોરેટરો દ્વારા તો સંગઠનમાં આ અંગે રજુઆત પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે હવે આ આંતરિક જુથબંધી માત્ર કોર્પોરેટર અને સંગઠન પુરતી નહિ હોવાની પ્રતિતિ કરાવતો કિસ્સો સામે આવ્યો છે.

Advertisement

ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન ઉકેલાઇ જશે

તાજેતરમાં શહેર વાડી વિધાનસભા બેઠકના મહિલા ધારાસભ્ય દ્વારા સરદાર એસ્ટેટ પાસે શરૂ થયેલા નવી એપીએસ અને રાજીવ નગર સુએજ ટ્રીટમેન્ટમાં તૈયાર થતા વરસાદી કાંરની કામગીરી નિહાળવા પહોંચ્યા હતા. આ કામને લઇને પૂર્વ વિસ્તારમાં ડ્રેનેજ ઉભરાવવાનો પ્રશ્ન ઉકેલાઇ જશે તેમ સુત્રો જણાવી રહ્યા છે. આ સમયે તેમના જૂથના માનીતા કોર્પોરેટર અજીત દધીચ સાથે રહ્યા હોવાની તસ્વીરો સપાટી પર આવવા પામી છે. જેને લઇને સ્થાનિક કોર્પોરેટરોમાં મનદુખની સ્થિતી અનુભવાઇ રહી હોવાનું સુત્રો ઉમેરી રહ્યા છે. આમ, ધારાસભ્યએ પણ એકલા ચાલો રે ની રીત અપનાવી હોવાનું ફલિત થવા પામ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટર બાદ બીલની રકમ જાણતા ગ્રાહકને ધ્રાસ્કો પડ્યો

Tags :
Advertisement

.

×