Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મળસ્કે રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત, ચાલક સારવાર હેઠળ

VADODARA : વડોદરા (VADODARA) માં મળસ્કે રીક્ષા અને ઇકો કાર (EECO CAR) વચ્ચે ભયંકર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા ચાલકને માથાના ભાગે ઇજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અને ઇકો કાર ચાલક સામે...
vadodara   મળસ્કે રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત  ચાલક સારવાર હેઠળ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં મળસ્કે રીક્ષા અને ઇકો કાર (EECO CAR) વચ્ચે ભયંકર અકસ્માત થયાની ઘટના સામે આવી છે. જેમાં રીક્ષા ચાલકને માથાના ભાગે ઇજા થતા તેને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. અને ઇકો કાર ચાલક સામે રાવપુરા પોલીસ મથક (RAOPURA POLICE STATION) માં મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળસ્કે ફોન પર જાણ કરી

રાવપુરા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં દિનેશભાઇ ભોજુમલ ખટરાણી (ઉં. 59) (રહે. સોદાગર બિલ્ડીંગ, મંગળબજાર) જણાવે છે કે, મળસ્કે અંદાજે 3 - 50 કલાકે તેમના પર ચંદુભાઇનો ફોન આવે છે. જેમાં તેઓ જણાવે છે કે, તેમનો કોઠી ચાર રસ્તા પાસે અકસ્માત થયો છે. અને સારવાર માટે તેમને એસએસજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર વોર્ડમાં એડમિટ કરવામાં આવ્યા છે. જાણ થતા જ તેઓ હોસ્પિટલ પહોંચે છે.

Advertisement

માથા અને કપાળમાં ઇજાઓ પહોંચી

હોસ્પિટલ પહોંચી દિનેશભાઇને ચંદુભાઇ જણાવે છે કે, તેઓ સ્ટેશનથી પેપર લઇને ટાવર ચાર રસ્તા તરફ જઇ રહ્યા હોય છે. તે દરમિયાન કોઠી ચાર રસ્તા પાસે ઇકો ચાલક કોઠી ચાર રસ્તા તરફથી સલાટવાડા તરફ જઇ રહ્યો હોય છે. તેવામાં રીક્ષા અને ઇકો કાર વચ્ચે અકસ્માત થાય છે. અકસ્માતમાં રીક્ષા ચાલક ચંદુભાઇને માથા અને કપાળમાં ઇજાઓ પહોંચે છે. જેથી તેમને સારવાર માટે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જ્યાં તેઓ હાલ સારવાર હેઠળ છે.

Advertisement

રીક્ષા ચાલકના માથેથી લોહી નિકળ્યું

સુત્રો જણાવી રહ્યા છે કે, રીક્ષાના વચ્ચેના ભાગમાં ઇકો કારની ટક્કર વાગી છે. જેના કારણે રીક્ષામાં બેસવાના ગેટ તરફનો ભાગ ચગદાયો છે. તો બીજી તરફ ઇકો કારના આગળના ભાગને નુકશાન પહોંચ્યું છે. આ ઘટનામાં રીક્ષા ચાલકના માથેથી લોહી નિકળતા તેણે રૂમાલ દબાવી રાખવો પડ્યો હતો. જે બાદ તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ફરિયાદ દાખલ કરવામાં આવી

ઉપરોક્ત મામલે શહેરના રાવપુરા પોલીસ મથકમાં અજાણ્યા ઇકો કાર ચાલક સામે મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે બાદ પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ ઇકો કાર ચાલક સ્થળ પરથી નાસી છુટ્યો હતો.

આ પણ વાંચો -- ગુજરાત યુનિવર્સિટીની Boys Hostel માં ગત મોડી રાત્રે પથ્થરમારો અને તોડફોડ

Tags :
Advertisement

.

×