Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સસ્તામાં કાર-બાઇક મેળવવાના ચક્કરમાં મહેનતના પૈસા ગુમાવ્યા

VADODARA : વડોદરા (VADODARA) માં સસ્તામાં કાર - બાઇક (CAR - BIKE) મેળવવાના ચક્કરમાં બે યુવકોએ પૈસા ગુમાવ્યા (MONEY FRAUD) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત (SURAT) ના ગઠીયાએ રસ્તામાં, બજાર કિંમત કરતા ઓછા રૂપિયામાં શોરૂમમાંથી કાર અને બાઇક...
vadodara   સસ્તામાં કાર બાઇક મેળવવાના ચક્કરમાં મહેનતના પૈસા ગુમાવ્યા
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં સસ્તામાં કાર - બાઇક (CAR - BIKE) મેળવવાના ચક્કરમાં બે યુવકોએ પૈસા ગુમાવ્યા (MONEY FRAUD) હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરત (SURAT) ના ગઠીયાએ રસ્તામાં, બજાર કિંમત કરતા ઓછા રૂપિયામાં શોરૂમમાંથી કાર અને બાઇક મેળવવાની વાત કહી હતી. જે બાદ પોતાના એકાઉન્ટમાં પૈસા જમા કરાવડાવ્યા હતા. પૈસા મળ્યા બાદ કહ્યા પ્રમાણે કાર - બાઇકની ડિલીવરી કરવામાં ન આવતા આખરે મામલે પોલીસ મથક પહોંચ્યો છે.

રૂ. 17 હજાર જેટલા ઓછા ભાવથી આપ્યું

લક્ષ્મીપુરા પોલીસ મથકમાં મીત અશ્વીનભાઇ બગડાઇ (ઉં. 29) (રહે. ન્યુ અલકાપૂરી, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, મે - 2023 માં એક્ટીવા લેવાનું હોવાથી મિત્ર મીલનભાઇ જસાણી દ્વારા નિકુંજ કીરણભાઇ ભદીયાદ્રા (રહે. ગંગા રેસીડેન્સી, સુરત) ની ઓળખ થઇ હતી. તેણે અમીદીપ હોન્ડા શો રૂમ, નાના વરાછા - સુરતથી એક્ટીવા બજાર ભાવ કરતા રૂ. 17 હજાર જેટલા ઓછા ભાવથી આપ્યું હતું. જેથી તેમના પર વિશ્વાસ આવતા હોન્ડાઇ વેન્યુ કાર લેવાની હોવાથી વાત કરવામાં આવી હતી. આ ડીલમાં રૂ. 2 લાખ જેટલો ફાયદો કરાવવાની વાત થઇ હતી. આખરે તેમણે કહ્યા પ્રમાણે રૂ. 2.88 લાખ બે વખતના ટ્રાન્ઝેક્શન થકી મોકલવામાં આવ્યા હતા.

Advertisement

અમારો દિકરો ક્યાં છે તેની અમને ખબર નથી

પૈસા મોકલ્યા બાદ જાણવા મળ્યું કે, ઓળખીતાના ત્રણ જેટલા શો રૂમ છે. જે પૈકી એકમાંથી જાન્યુઆરી - 2024 માં ડીલીવરી આપવાની વાત હતી. પરંતુ નીકુંજ દ્વારા કોઇ પણ પ્રકારના ડોક્યૂમેન્ટ્સ માંગ્યા ન હતા. જે બાદ તેઓને ફોન પર સંપર્ક કરતા તે સ્વિચ ઓફ આવતો હતો. જેને લઇ શંકા જતા સુરતમાં તેઓના નિવાસ સ્થાને જઇ તપાસ કરતા માતા-પિતાએ જણાવ્યું કે , અમારો દિકરો ક્યાં છે તેની અમને ખબર નથી.

Advertisement

લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ

જે બાદ આ ઘટના અંગે વધુ તપાસ કરતા ધ્યાને આવ્યું કે, મીલનકુમાર જશાણીને પણ કિરણે બાઇકમાં ફાયદો કરાવી આપવાનું જણાવીને રૂ. 74 હજારની રકમ મેળવેલી છે. આખરે બે ઠગાઇ મામલે નીકુંજ કીરણભાઇ ભદીયાદ્રા (રહે. ગંગા રેસીડેન્સી, સીંગળપોર, કોઝ વે ચાર રસ્તા, સુરત) સામે લક્ષ્મીપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.

આ પણ વાંચો -- VADODARA : પત્નીની જાણ બહાર પતિએ ક્લિક કર્યા નગ્ન ફોટો, કહેતા જવાબ મળ્યો “આવું તો ચાલ્યા કરે”

Tags :
Advertisement

.

×