Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ મુકાતા રોજગારી છીનવાઇ

VADODARA : જિલ્લા કલેક્ટર બીજલ શાહે (VADODARA DISTRICT COLLECTOR) વડોદરા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૨૩ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં કલેક્ટરએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો...
vadodara   જળાશયોમાં ન્હાવા પર પ્રતિબંધ મુકાતા રોજગારી છીનવાઇ
Advertisement

VADODARA : જિલ્લા કલેક્ટર બીજલ શાહે (VADODARA DISTRICT COLLECTOR) વડોદરા જિલ્લામાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં બનેલી દુર્ઘટનાની વિગતોના આધારે ૨૩ સ્થળોને જોખમી જાહેર કર્યા છે. આ જોખમી સ્થળ/વિસ્તારમાં કલેક્ટરએ જાહેરનામું પ્રસિદ્ધ કરીને પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. જે પૈકી એક સિંઘરોટ ચેકડેમ છે. આ જાહેરનામું તા. ૦૩/૦૮/૨૦૨૪ સુધી અમલમાં રહેશે. હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. જો કે, આ નિર્ણય બાદ મહી ચેક ડેમ પર નાનો-મોટો ધંધો કરતા લોકોની રોજગારી છીનવાઇ જતા તેઓ સામે આવ્યા છે. અને સરકાર પાસે મદદની આશ લગાડી છે.

ફરવા માટે જગ્યા ચાલુ રાખવી જોઇએ

મહીસાગર ચેકડેમ પાસે નાહવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જેને લઇને સ્થાનિકોની રોજીરોટી છીનવાઇ હોવાનો સુર ઉઠવા પામ્યો છે. સ્થાનિકો સર્વે જણાવે છે કે, અમે સિંઘરોટના રહેવાસી છીએ. અમારી દુકાનો ચાલે છે. મોટા ભાગના ગામલોકોની અહિંયા દુકાનો છે. પાણી ઓછું હોવાના કારણે અહિંયા ન્હાવાનું તો બંધ છે. પરંતુ અહિંયા લોકો ફરવા માટે આવે તો અમારો ધંધો ચાલુ રહે તેમ છે. તેના પર 25 જેટલા પરિવારો નભે છે. ન્હાવા માટે બંધ રાખો, પણ ફરવા માટે જગ્યા ચાલુ રાખવી જોઇએ.

Advertisement

પોલીસ પોઇન્ટ ભાગોળે મુકવામાં આવ્યો

સરપંચ જણાવે છે કે, ધંધો ભાંગી પડ્યો છે, તે અત્યારે ક્યાં જાય ! અત્યારે પોલીસ પોઇન્ટ ભાગોળે મુકવામાં આવ્યો છે, તેને નદી પર મુકીને નદીમાં ન્હાતા અટકાવવા જોઇએ. હરવા ફરવાના સ્થળ તરીકે ખુલ્લુ રાખવું જોઇએ. તેમ કરે તો બધાનું સચવાઇ જાય તેમ છે.

Advertisement

બીજા પાસાનું પણ ધ્યાન રાખવું જોઇએ

સામાજીક કાર્યકર અતુલ ગામેચી જણાવે છે કે, જિલ્લા કલેક્ટર દ્વારા લેવામાં આવેલા પગલાં સારી બાબત છે. નદીઓમાં લોકો મૃત્યુ પામી રહ્યા છે, તેને રોકવા લીધેલા પગલાં સારી વાત છે. નદી કિનારે લોકો નાનો-મોટો ધંધો કરી રહ્યા છે, તે પૈકી કેટલીક વિધવા બહેનો પણ છે. અને રોજીરોટી મેળવી રહ્યા છે. ત્યારે જિલ્લા કલેક્ટરે ન્હાવા પર મુકેલો પ્રતિબંધ સિવાય થોડીક છુટછાટ આપવી જોઇએ. તે રોજેરોજ કમાણી કરીને ખાનારા લોકો છે. આ સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવો જોઇએ. ઉનાળામાં લોકો પર્યટન સ્થળ તરીકે અહિંયા આવે તેવી વ્યવસ્થા કરવી જોઇએ. આવા લોકોનું ગુજરાન ચાલે તે દિશામાં જોવું જોઇએ. કલેક્ટરના નિર્ણયના બીજા પાસાનું પણ ધ્યાન રાખવું જોઇએ.

આ પણ વાંચો -- VADODARA : 23 સ્થળોએ પાણીમાં ન્હાવા કે અન્ય કામે જવા પર પ્રતિબંધ

Tags :
Advertisement

.

×