Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડુંગળીની ગુણો બાંધેલી દોરી છોડવા જતા ક્લીનર પટકાયો

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ફુડ કંપનીમાં ડુંગળી (ONION) ભરેલી ગુણો ખાલી કરવા માટે ટ્રક પહોંચ્યો હતો. દરમિયાન ગુણોને બાંધેલી દોરી છોડવા માટે ક્લીનર કેબિન પર ચઢ્યો હતો. ઉતરતી વેળાએ અચાનક ચક્કર આવતા તે નીચે પટકાયો હતો. જેને કારણે...
vadodara   ડુંગળીની ગુણો બાંધેલી દોરી છોડવા જતા ક્લીનર પટકાયો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે આવેલી ફુડ કંપનીમાં ડુંગળી (ONION) ભરેલી ગુણો ખાલી કરવા માટે ટ્રક પહોંચ્યો હતો. દરમિયાન ગુણોને બાંધેલી દોરી છોડવા માટે ક્લીનર કેબિન પર ચઢ્યો હતો. ઉતરતી વેળાએ અચાનક ચક્કર આવતા તે નીચે પટકાયો હતો. જેને કારણે તેને પગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. હાલ તેને સારવાર અર્થે ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. વડું પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે જાણવા જોગ ફરિયાદ દાખલ થવા પામી છે.

ચક્કર ખાતા પોતાનું સંતુલન ગુમાવ્યું

મોહિતભાઇ ઉર્ફો રોબિન અનવરભાઇ મુલતાની ટ્રક ધરાવે છે. તેના પર સુરેશભાઇ જેઠાભાઇ પરમાર (ઉં. 53) (રહે. જશદણ, લોહિયાનગર, શંકરના મંદિર સામે, રાજકોટ) ક્લીનરનું કામ કરે છે. ટ્રકમાં ગુણો ભરીને 18, ફેબ્રુઆરી - 2024 ના રોજ પાદરા-જંબુસર ધોબીકુવા ગામની સીમમાં આવેલી જૈન ફાર્મા ફ્રેશ ફુડ લી. કંપનીમાં ડુંગળીની ગુણો ખાલી કરવા માટે લાવ્યા હતા. દરમિયાન ક્લીનર ટ્રકના કેબિન પર ડુંગળીની ગુણોને બાંધેલી દોરી છોડવા માટે ચઢ્યો હતો. જે બાસ સાંજે પોણા સાત વાગ્યાના સુમારે ઉતરવા જતા અચાનક ચક્કર ખાઇને તેણે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું.

Advertisement

ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો

જે બાદ તે જમીન પર પટકાયો હતો. આ ઘટનામાં તેને પગના નળાના ભાગે ઇજાઓ પહોંચતા સારવાર માટે પ્રથમ મહુવડ ચોકડી સ્થિત હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો.

Advertisement

જાણવાજોગ ફરિયાદ દાખલ

સમગ્ર ઘટનાને લઇને વડું પોલીસ મથકમાં રાજેશભાઇ જેઠાભાઇ પરમાર (ઉં. 52) (રહે. ન્યુ સર્વોદય સોસાયટી, શેરી નં-2, થોરાડા, રાજકોટ - 3) દ્વારા જાણવાજોગ ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. જે બાદ વડું પોલીલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો --  VADODARA : પોલીસ કમિશનરે ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ માથાભારે સામે કાર્યવાહી શરૂ

Tags :
Advertisement

.

×