Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસને મતદારોની ચિંતા

VADODARA : વડોદરા કોંગ્રેસ (VADODARA CONGRESS CITY PRESIDENT) ના પ્રમુખ સહિત અગ્રણી નેતાઓ અને લોકસભાના ઉમેદવાર આજે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી (ELECTION OFFICER - VADODARA COLLECTOR) ની મુલાકાતે પહોંચ્યા છે. અને અનેકવિધ મુદ્દે રજૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાંથી...
vadodara   ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ કોંગ્રેસને મતદારોની ચિંતા
Advertisement

VADODARA : વડોદરા કોંગ્રેસ (VADODARA CONGRESS CITY PRESIDENT) ના પ્રમુખ સહિત અગ્રણી નેતાઓ અને લોકસભાના ઉમેદવાર આજે જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી (ELECTION OFFICER - VADODARA COLLECTOR) ની મુલાકાતે પહોંચ્યા છે. અને અનેકવિધ મુદ્દે રજૂઆત કરી છે. કોંગ્રેસ દ્વારા મતદાર યાદીમાંથી નામ ગાયબ થવું, મતદારના નામે અન્ય કોઇ વોટ આપી જાય તેવી ઘટનાઓને લઇને રજૂઆત કરવામાં આવી છે.

વિવિધ મુદ્દે રજૂઆત કરી

વડોદરામાં લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણીને લઇને મતદાન પૂર્ણ થયું છે. ત્યારે આજે કોંગ્રેસના લોકસભા ઉમેદવાર જશપાલસિંહ પઢીયાર, શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી અને સિનિયર કાઉન્સિલર ચંદ્રકાંતભાઇ ભથ્થુ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીને મળવા પહોંચ્યા છે. અને વિવિધ મુદ્દે રજૂઆત કરી છે. સાથે જ ચૂંટણી તંત્ર પર આરોપો પણ લગાવ્યા છે.

Advertisement

મતદાનનો અધિકાર બધાને હોય

શહેર કોંગ્રેસ પ્રમુખ રૂત્વિજ જોશી જણાવે છે કે, વડોદરા લોકસભાની ચૂંટણી દરમિયાન મતદાન સમયે હું અને અમારો ઉમેદવાર ફરતા હતા. ત્યારે ઘણી જગ્યાઓએ લોકો પાસે ચૂંટણી કાર્ડ છે, તે મતદાન કરવા પહોંચ્યા ત્યારે તેમનું યાદીમાં નામ ન્હતું. આવી અનેક રજૂઆતો અમારી પાસે આવી હતી. જે બાબતે અમે આજે જિલ્લા ચૂંટણી અધિકારીને રજૂઆત કરી છે. લોકશાહીના પર્વમાં મતદાનનો અધિકાર બધાને હોય, વર્ષ 2022 માં જેમણે ચૂંટણીમાં વોટીંગ કર્યું છે, તેમના નામ યાદીમાંથી કેવી રીતે નિકળી જાય, તે સૌથી મોટો પ્રશ્ન છે.

Advertisement

આ ગંભીર ગુનો છે

વધુમાં તેઓ જણાવે છે કે, તુલસીવાડીમાં બે ત્રણ જગ્યાએ એવા કિસ્સાઓ બન્યા કે, ઓરીજીનલ મતદાર મતદાન કરવા પહોંચ્યો ત્યારે તેની જગ્યાએ બીજો કોઇ વોટ આપીને જતો રહ્યો છે. આનાથી મોટા છબરડા શું હોય. ચૂંટણી કાર્ડ હોવા છતા મતદાન ન થયું, બીજો કોઇ વોટ આપી ગયું, લોકો પહોંચ્યા તો વોટ ન આપી શક્ય આ ગંભીર ગુનો છે. કોંગ્રેસની રજૂઆત છે કે, તમે જાહેરાત બહાર પાડો તો ઘણાબધા લોકો આવશે. અમે તેમના નામ અને પુરાવા સાથે આપીશું. તંત્રની નિષ્કાળજીને કારણે તેમના નામ ઉડી ગયા, તેમણે વિધાનસભામાં મતદાન કર્યું છે, તે અંગે રજૂઆત અમે કરી છે.

તક આપવામાં આવે તેવી માંગ

સિનિયર આગેવાન અને કોંગી કાઉન્સિલર ચંદ્રકાંતભાઇ ભથ્થુ જણાવે છે કે, અમે ચૂંટણી અધિકારીને મળવા આવ્યા હતા. તેમણે લોકસભાની ચૂંટણી યોજી હતી. મતદાન દરમિયાન દરેક જગ્યાઓ પર ગયા હતા. ક્યાંક ઉમેદવાર મતદાન કરવા જાય તે પહેલા વોટ પડી ગયો હોય, ચૂંટણી પંચ સત્તા જોડે મળી ગયું હોવાનું લાગી રહ્યું છે. કેટલાક લોકોના મતદાર યાદીઓમાંથી નામ નિકળી જાય, આવી રીતે ચૂંટણી કરાવવાની હોય, કોઇ ગડબડ ન થાય તે રીતે ચૂંટણી યોજવાની હોય, જેટલા નાગરિકો મતદાનમાંથી રહી ગયા છે, તેમને તક આપવામાં આવે તેવી માંગ સાથે અમે અહિંયા આવ્યા છીએ. લોકોને આ અંગે જાગૃત કરવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : સનકી પ્રેમી જોડે બ્રેકઅપ કરતા તેણે હદ વટાવી, અભયમે હાથ જોડાવ્યા

Tags :
Advertisement

.

×