Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC ની જમીન પર દબાણ કરનાર સાંસદ યુસુફ પઠાણને નોટીસ

VADODARA : વડોદરાના ક્રિકેટર અને હાલ તૃણમુલ કોંગ્રેસના બહેરામપુર બેઠક પરથી લોકસભાના સાંસદ યુસુફ પઠાણ (CRICKETER AND MP YUSUF PATHAN) દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપસર ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મામલો ઉજાગર કર્યો છે. અને યુસુફ પઠાણને...
vadodara   vmc ની જમીન પર દબાણ કરનાર સાંસદ યુસુફ પઠાણને નોટીસ
Advertisement

VADODARA : વડોદરાના ક્રિકેટર અને હાલ તૃણમુલ કોંગ્રેસના બહેરામપુર બેઠક પરથી લોકસભાના સાંસદ યુસુફ પઠાણ (CRICKETER AND MP YUSUF PATHAN) દ્વારા પાલિકાના પ્લોટમાં દબાણ કરવામાં આવ્યું હોવાના આરોપસર ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવારે મામલો ઉજાગર કર્યો છે. અને યુસુફ પઠાણને અગાઉ આપવાના પ્લોટની ફાળવણી સરકાર દ્વારા નામંજુર કર્યા બાદ તેના પર તબેલા અને દિવાલનું દબાણ હોવાનું સપાટી પર લાવ્યા છે. અને આ અંગે કાર્યવાહી કરવા માટે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને પત્ર લખવામાં આવ્યો છે. આ ઘટના સામે આવ્યા બાદ પાલિકાના ચેરમેને જણાવ્યું કે, યુસુફ પઠાણને નોટીસ પાઠવવામાં આવી છે. અને બે અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો છે.

ભલામણ હતી

તાંદલજા વિસ્તારમાં શુભમ પાર્ટી પ્લોટ પાસે આવેલા પાલિકાની માલિકીના પ્લોટ નં – 90 માં સાંસદ યુસુફ પઠાણ દ્વારા કમ્પાઉન્ડ વોલ બનાવીને દબાણ કરવામાં આવ્યું હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર દ્વારા લગાડવામાં આવ્યા હતા. પાલિકાના પ્લોટની બાજુમાં આવેલા પ્લોટ પર યુસુફ પઠાણે આલીશાન બંગ્લો બનાવવાનું નક્કી કર્યું હતું. જે માટે તેણે પ્લોટ નં – 90 ની માંગણી કરી હતી. જે બાદ તત્કાલીન પાલિકા સત્તાધીશો દ્વારા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી. જેમાં દમીનની ફાળવણી કરવા, સરકારમાંથી મંજૂરી મેળવવા તથા 99 વર્ષના ભાડા પટ્ટેથી ફાળવણી કરવાની સત્તા મ્યુનિસિપલ કમિશનરને આપવાની ભલામણ હતી.

Advertisement

તપાસનો સળવળાટ

આ દરખાસ્તને સ્થાયી સમિતિમાં રજૂ કરતા માર્ચ – 2012 માં મંજુરી મળી હતી. બાદમાં સભામાં તેને મંજુર કરવામાં આવી હતી. જો કે, દરખાસ્ત આગળ જતા રાજ્ય સરકાર દ્વારા યુસુફ પઠાણને પ્લોટની ફાળવણી અંગે મનાઇ ફરમાવી દેવામાં આવી હતી. ત્યાર બાદ તેણે કમ્પાઉન્ડ વોલ ચણી દીધી હોવાનો આરોપ ભાજપના પૂર્વ કોર્પોરેટર વિજય પવાર દ્વારા લગાડવામાં આવ્યો હતો. આ મામલો સપાટી પર આવ્યા બાદ પાલિકામાં તપાસનો સળવળાટ જોવા મળી રહ્યો છે.

Advertisement

પોતાના ખર્ચે અને જોખમે દબાણ દુર કરે

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ડો. શિતલ મિસ્ત્રી જણાવે છે કે, તાંદલજા શુભમ પાર્ટી પ્લોટ પાસે ટીપી - 22 માં ફાઇનલ પ્લોટ નં - 90 જમીનનો ટુકડો હતો. જે પાલિકામાં અરજી કરીને વેચાણથી માંગવામાં આવ્યો હતો. જેને જે તે સમયે સામાન્ય સભા દ્વારા મંજુર કરવામાં આવ્યો હતો. આ સામાન્ય સભાના ઠરાવને રાજ્ય સરકાર દ્વારા નામંજુર કરવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ કોર્પોરેટર સહિત અન્યત્રેથી ફરિયાદ મળતા યુસુફ પઠાણને 6 જુનના રોજ નોટીસ પાઠવવામાં આવી છે. નોટીસ પીરીયડ બે અઠવાડિયાનો પૂર્ણ થતા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેઓ પોતાના ખર્ચે અને જોખમે દબાણ દુર કરે તેવી નોટીસ પાઠવવામાં આવી છે. નોટીસ પીરીયડ પૂર્ણ થતા અમારી માલિકીનો પ્લોટ મુક્ત કરાવાશે.

આ પણ વાંચો -- VADODARA : પાલિકાના પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણનું દબાણ !

Tags :
Advertisement

.

×