Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : લૂંટનો મુદ્દામાલ ઓછો પડે તો ઓનલાઇન પૈસા પડાવતી ટોળકી ગિરફ્તમાં

VADODARA : તાજેતરમાં કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION - VADODARA) ની હદમાં હાઇવે પર લૂંટની ઘટના નોંધાઇ છે. જેમાં ફરિયાદી તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર કરજણ તરફ જઇ રહ્યા હતા. તેવામાં તરસાલી ચોકડીથી જાંબુઆ બ્રિજ તરફ જતા મહાદેવ...
vadodara   લૂંટનો મુદ્દામાલ ઓછો પડે તો ઓનલાઇન પૈસા પડાવતી ટોળકી ગિરફ્તમાં
Advertisement

VADODARA : તાજેતરમાં કપુરાઇ પોલીસ મથક (KAPURAI POLICE STATION - VADODARA) ની હદમાં હાઇવે પર લૂંટની ઘટના નોંધાઇ છે. જેમાં ફરિયાદી તેના મિત્ર સાથે ટુ વ્હીલર પર કરજણ તરફ જઇ રહ્યા હતા. તેવામાં તરસાલી ચોકડીથી જાંબુઆ બ્રિજ તરફ જતા મહાદેવ હોટલ નજીક કોર્પોરેશનના ઢગલા પાસે 5, જુનના રોજ રાત્રે 7 વાગ્યે ઓટો રીક્ષામાં ત્રણ અજાણ્યા ઇસમો આવ્યા હતા. અને ટુ વ્હીલર ઉભુ રાખીને તેની સાથે ઝપાઝપી કરી લૂંટ ચલાવી હતી. આરોપીઓએ ફરિયાદીના શર્ટમાંથી રોકડા રૂ. 5 હજાર કાઢી લીધા હતા. અને ઓનલાઇન રૂ. 4 હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા. ગુનાની ગંભીરતાને ધ્યાને રાખીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચ તપાસ (VADODARA CRIME BRANCH) માં જોડાઇ હતી.

સોંપવામાં આવ્યા

વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સીસીટીવી અને હ્યુમન સોર્સના આધારિત તપાસ આગળ ધપાવી હતી. જેમાં અગાઉ લૂંટના ગુનામાં સંડોવાયેલા શખ્સની સંડોવણી જણાતા ગોત્રી - સેવાસી રોડ પરથી કિરણ અંબાલાલ માછી (રહે. સિંધરોટ ગામ, કૃષ્ણાપુરા, વડોદરા), રસીક ચીમનભાઇ ચૌહાણ (રહે. રામપુરા ગામ, આંકલાવ) અને ભાવિક ઉર્ફે પન્નો અરવિંદભાઇ વાઘેલા (રહે. ગોકુળ નગર) ની અટકાયત કરી હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચની પ્રાથમિક પુછપરછમાં જ તેઓ ભાંગી પડ઼્યા હતા. અને અને લૂંટ આચરી હોવાનું જણાવ્યું હતું. તમામ પાસેથી લૂંટ પૈકી રૂ. 4 હજાર તેમજ ગુનો આચરવા માટે ઉપયોગમાં લીધેલ ઓટોરીક્ષા, મોબાઇલ ફોન મેળવી લેવામાં આવ્યા હતા. જે બાદ તમામને કપુરાઇ પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા. જ્યાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આરોપીઓની મોડસ ઓપરેન્ડી

ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં સામે આવેલી આરોપીઓની મોડસ ઓપરેન્ડી પ્રમાણે, આરોપીઓ જલ્દી રૂપિયા મેળવવા માટે લૂંટને અંજામ આપતા હતા. તેઓ ઓટો રીક્ષામાં વડોદરા શહેરને અડીને આવેલા હાઇવે રોડની ચોકડી પર રાત્રીના સમયે એકલ-દોકલ જતી વ્યક્તિ પર નજર રાખતા હતા. જેવા પસાર થાય તેવા રીક્ષામાં તેમનો પીછો કરતા હતા. હાઇવે રોડ પર જેવો નિર્જન વિસ્તાર આવે ત્યાં ટુ વ્હીલર પર જતા વ્યક્તિને માર મારીને લૂંટી લેવામાં આવતો હતો. લૂંટમાં ઓછા પૈસા મળે તો ઓનલાઇન રૂપિયા લૂંટતા તેઓ અટકાતા ન્હતા.

Advertisement

આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

કિરણ માછી સામે વડોદરા શહેર-જિલ્લાના 11 પોલીસ મથકમાં લૂંટ, ખુનની કોશિષ, ઇંગ્લીશ દારૂના ગુના નોંધાયા છે. ભાવિક વાઘેલા સામે ચોરીના બે ગુનાઓ વડોદરા શહેરના અલગ અલગ પોલીસ મથકમાં નોંધાવવા પામ્યા છે. તો રસીક ચીમન ચૌહાણ સામે શહેરના અલગ અલગ પોલીસ મથકમાં ચાર ગુના નોંધાયા છે.

આ પણ વાંચો -- VADODARA : મુંબઇથી આવી હાથફેરો અજમાવતા બે રીઢા ચોર દબોચતી ક્રાઇમ બ્રાન્ચ

Tags :
Advertisement

.

×