Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાવાઝોડા બાદ નમી પડેલા થાંભલા દુરસ્ત કરવામાં નિરસતા

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં તાજેતરમાં પુરજોશમાં પવન ફુંકાવવા સાથે વાવાઝોડું (VADODARA - RAIN WITH HEAVY RAIN) આવ્યું હતું. જેમાં અનેક જગ્ચાએ હોર્ડ઼િંગ્સ, બેનર, વિજ થાંભલાઓ નમી પડ્યાની ઘટના સામે આવી હતી. જે બાદ ડભોઇ (VADODARA - DABHOI) ના તેનતળાવ પાસે...
vadodara   વાવાઝોડા બાદ નમી પડેલા થાંભલા દુરસ્ત કરવામાં નિરસતા
Advertisement

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં તાજેતરમાં પુરજોશમાં પવન ફુંકાવવા સાથે વાવાઝોડું (VADODARA - RAIN WITH HEAVY RAIN) આવ્યું હતું. જેમાં અનેક જગ્ચાએ હોર્ડ઼િંગ્સ, બેનર, વિજ થાંભલાઓ નમી પડ્યાની ઘટના સામે આવી હતી. જે બાદ ડભોઇ (VADODARA - DABHOI) ના તેનતળાવ પાસે અનેક વિજ થાંભલા નમી પડ્યા હોવાની જાણ કરવા છતાંય વિજ કંપનીના સત્તાધીશો દ્વારા કોઇ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. જેને લઇને હવે ખેડુતોમાં રોષની લગાણી જોવા મળી રહી છે. અને આ નમી પડેલા વિજ થાંભલા સત્વરે દુર કરવા માટેની માંગ ઉગ્ર બની છે.

કોઇ કાર્યવાહી નહિ

તાજેતરમાં વડોદરાના શહેર-જિલ્લાના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. પલટો આવતા પુરજોશમાં પવન ફુંકાવવાની સાથે વરસાદ પડ્યો હતો. આ પવનમાં અનેક જગ્યાએ હોર્ડ઼િંગ્સ, બેનર, વિજ થાંભલાઓ નમી પડ્યા અથવાતો જમીન દોસ્ત થયાની ઘટનાઓ સામે આવી હતી. દરમિયાન વડોદરા પાસે ડભોઇના જાણીતા તેનતળાવથી શંકરપુરા પાસેના ખેતરોમાં વિજ થાંભલા નમીને પડ્યા હતા. આ વાતને દિવસો વિતી ગયા બાદ પણ કોઇ કાર્યવાહી નહિ કરવામાં આવતા હવે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Advertisement

Advertisement

ખેતરનો પાક બગડી રહ્યો છે

સ્થાનિક ખેડુત ભૌતિક પટેલ જણાવે છે કે. આ થાંભલો વાવાઝોડાના પવનમાં પડી ગયો છે. રાઠવા સાહેબને પણ ફોન કર્યો છે. હેલ્પર આવીને સ્થળની મુલાકાત લઇને જોઇ ગયો છે. છતાં કોઇ કામ કરવા માટે રાજી નથી. આ વિજ કંપનીની મોટી નિષ્કાળજી છે. આગળ ટીસીના બે થાંભલા પડી ગયા હતા. તેનું પણ કંઇ થતું નથી. ત્રણ દિવસ પહેલા વાવાઝોડું આવ્યું હતું ત્યારે થયું હતું. ખેતરનો પાક બગડી રહ્યો છે, પરંતુ વિજ કંપની દ્વારા કોઇ એક્શન લેવામાં આવ્યા નથી. ફોન કરીએ તો થઇ જશે, થઇ જશે તેમ જણાવે છે. કુવામાં લાઇટ ન હોવાથી આસપાસ રહેતા માણસોને પણ મુશ્કેલી પડી રહી છે. તેઓ જવાબ આપે છે કે, એક સાથે વાવાઝોડું આવ્યું તો શું કરીએ !

આ પણ વાંચો -- VADODARA : ડિફેન્સ એરક્રાફ્ટના કંપની યુનિટનું કાર્ય પુરજોશમાં જારી

Tags :
Advertisement

.

×