Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મતદાન જાગૃતિ મહાઅભિયાનમાં જોડાયા 11 હજાર કર્મીઓ

VADODARA : વડોદરા (VADODARA CITY-DISTRICT) શહેર અને જિલ્લામાં કાર્યરત ખાનગી કંપનીઓના ૧૧ હજાર કરતા પણ વધુ કર્મચારીઓ દ્વારા લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન અચૂક કરવાના શપથ લીધા છે. કલેક્ટર બિજલ શાહ દ્વારા આવા ૨૨૫થી પણ વધુ ઔદ્યોગિક એકમો સાથે સમજૂતી...
vadodara   મતદાન જાગૃતિ મહાઅભિયાનમાં જોડાયા 11 હજાર કર્મીઓ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA CITY-DISTRICT) શહેર અને જિલ્લામાં કાર્યરત ખાનગી કંપનીઓના ૧૧ હજાર કરતા પણ વધુ કર્મચારીઓ દ્વારા લોકસભાની આગામી સામાન્ય ચૂંટણીમાં મતદાન અચૂક કરવાના શપથ લીધા છે. કલેક્ટર બિજલ શાહ દ્વારા આવા ૨૨૫થી પણ વધુ ઔદ્યોગિક એકમો સાથે સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. વોટર્સ અવરનેસ ફોર થકી જિલ્લાના તમામ સરકારી અધિકારીઓને જનજાગૃતિના આ કાર્યમાં જોડવામાં આવ્યા છે. કલેક્ટરની સૂચનાને પગલે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વોટર્સ અવરનેસ ફોરમની રચના કરવામાં આવી છે. જેનું નેતૃત્વ જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા અને નિવાસી અધિક કલેક્ટર ડો. બી. એસ. પ્રજાપતિને સોંપવામાં આવ્યું છે.

Advertisement

અભિયાનમાં ૪૮ અધિકારીઓને સાંકળવામાં આવ્યા

વોટર્સ અવરનેસ ફોરમ એ વડોદરા જિલ્લા વહીવટી તંત્રનું અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન છે. કારણ કે, આ અભિયાનમાં રાજ્ય સરકારના ૪૮ અધિકારીઓને સાંકળવામાં આવ્યા છે. આ અધિકારીઓને જિલ્લામાં કાર્યરત ઔદ્યોગિક એકમોમાં મતદાર જાગૃતિના કાર્યક્રમ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસેથી મેળવવામાં આવેલી યાદી મુજબ નિયત સંખ્યામાં એક અધિકારીને ઔદ્યોગિક એકમનું ઉત્તરદાયિત્વ સોંપવામાં આવ્યું છે. ઉક્ત બન્ને અધિકારીઓ દ્વારા વોટર્સ અવરનેસ ફોરમની તાલીમ પણ આપવામાં આવી હતી.

Advertisement

૨૨૫ એકમોમાં કાર્યક્રમ યોજવામાં આવ્યા

અધિકારીઓ દ્વારા પ્રતિદિન આ ઔદ્યોગિક એકમોની મુલાકાત લેવામાં આવે છે અને તેમાં કર્મચારીઓને મતદાનનું મહત્વ, મતદાનના દિવસે જાહેરરજાની સમજ આપી અચૂક મતદાન કરશું, એવા સંકલ્પ લેવડાવવામાં આવે છે. અત્યાર સુધીમાં આ અધિકારીઓ દ્વારા ૨૨૫ એકમોમાં આવા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે અને એમઓયુ કરવામાં આવ્યા છે. હજુ પણ આ અભિયાન જારી છે. અત્યાર સુધીમાં ૧૧ હજાર કરતા વધુ કર્મચારીઓ દ્વારા શપથ લેવામાં આવ્યા છે.

વોટ ઓન ૭ મે, ચૂંટણીકર્મીઓ માટે તંત્ર દ્વારા બનાવાયા ખાસ બેજ

વડોદરા સંસદીય બેઠક માટેની ચૂંટણી પ્રક્રીયા સાથે સીધી રીતે જોડાયેલા કર્મયોગીઓ માટે તંત્ર દ્વારા ખાસ પ્રકારનો બેજ બનાવવામાં આવ્યો છે. આ બેજનું જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહ અને જનરલ ઓબ્ઝર્વર જી. જગદીશા દ્વારા વિમોચન કરવામાં આવ્યું હતું. આ બેજ મતદારોને આગામી તા. ૭ના રોજ મતદાન કરવાનો સંદેશ આપવામાં આવશે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વોટ ઓન – ૭ મે, ૨૦૨૪, પ્રાઉડ ટુ બી વોટર્સ લખેલા બેજ બનાવવામાં આવ્યા છે. જેમાં તિરંગાના ત્રણ રંગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. બેંક ઓફ બરોડના સહયોગથી અઢી હજાર જેટલા બેજ તૈયાર કરવામાં આવ્યા છે. જે ચૂંટણીકર્મીઓને આપવામાં આવશે.

આ પણ વાંચો -- VADODARA : ગરમીને લઇ રસ્તા પર ડામર પીગળવાની ઘટનાઓમાં વધારો

Tags :
Advertisement

.

×