Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી કાર ઘૂસી ગઇ

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં ડમ્પર અકસ્માત (DUMPER ACCUDENT) ની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રોજ કોઇને કોઇ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. અને અનેકના જીવ સામે જોખમ ઉભુ કરી રહી છે. આજે વડોદરાના ડેસર પોલીસ મથક...
vadodara   ડમ્પર ચાલકે અચાનક વળાંક લેતા પાછળથી કાર ઘૂસી ગઇ
Advertisement

VADODARA : વડોદરા શહેર-જિલ્લામાં ડમ્પર અકસ્માત (DUMPER ACCUDENT) ની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. રોજ કોઇને કોઇ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહી છે. અને અનેકના જીવ સામે જોખમ ઉભુ કરી રહી છે. આજે વડોદરાના ડેસર પોલીસ મથક વિસ્તારમાં ડમ્પર ચાલકે અચાનક વળાંક લઇ લેતા પાછળથી આવતી કાર ઘૂસી ગઇ હતી. જેમાં બે લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સમગ્ર મામલે વાહન નંબરના આધારે ડમ્પર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ફળિયામાં વાતોથી જાણવા મળ્યું

ડેસર પોલીસ મથકમાં તૈયાતભાઇ આદમભાઇ ઘાંચી (ઉં. 43) (રહે. ડેસર, રબારી ફળિયુ, વડોદરા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, 9 એપ્રિલના રોજ તેઓ ઘરે હતા. દરમિયાન ફળિયામાં વાતોથી જાણવા મળ્યું કે, તેમના સાળા ઇમરાનભાઇ યુસુફભાઇ શેખ (રહે ડેસર) અને તેમના દિકરા મોહંમદઆયાન ઇમરાનભાઇ શેખ ડેસરથી કાલોલ જવા માટે કારમાં જતા હતા. દરમિયાન ડેસર અને વાલાવાવની વચ્ચે સમીરભાઇના સર્વિસ સ્ટેશન પાસે તેઓની કારનું ડમ્પર સાથે અકસ્માત થયો હતો. જેમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

Advertisement

સર્વિસ સ્ટેશનમાં જવા માટે કટ તરફ વાળી દીધું

જાણ થતા તેઓ સ્થળ પર પહોંચ્યા હતા. અને બંનેને સારવાર અર્થે ડેસરના સરકારી દવાખાનામાં લઇ ગયા હતા. જ્યાંથી બંનેને વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા. હાલ તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. સમગ્ર ઘટનાને લઇને ત્યાં હાજર માણસો પાસેથી જાણવા મળ્યું કે, બંને કાર લઇને જતા હતા. તેવામાં ડેસર અને વાલાવાવ વચ્ચે સર્વિટ સ્ટેશન પાસે આવતા ડમ્પર ચાલકે એકદમ બ્રેક મારી કોઇ પણ સિગ્નલ આપ્યા વગર ડમ્પર સામેની સાઇડ પર આવેલા સર્વિસ સ્ટેશનમાં જવા માટે કટ તરફ વાળી દીધું હતું. જે બાદ પાછળથી આવતા કારનો ગંભીર અકસ્માત થયો હતો.

Advertisement

કેટલા સમયમાં પોલીસ ડમ્પર ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું

ઉપરોક્ત મામલે ડેસર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ડમ્પરના નંબરના આધારે ચાલક વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે ચાલકને દબોચી લેવાના ચક્રોગતિમાન કર્યા છે. હવે આ મામલે કેટલા સમયમાં પોલીસ ડમ્પર ચાલક સુધી પહોંચે છે તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : વૃદ્ધાની નજર સામે હતો ચોર, છતા કંઇ બચાવી ન શક્યા

Tags :
Advertisement

.

×