Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ગરમી વધતા શાળાનો સમય બદલાયો

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જારી છે. ત્યારે આજે વડોદરાની ડીઇઓ કચેરી દ્વારા ગરમીને અનુલક્ષીને શાળાનો સમય બદલવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ બાળકોને ગરમીને લઇને મહત્વની માહિતીથી અવગત કરાવવા માટે જણાવાયું છે. ગરમી વધતા...
vadodara   ગરમી વધતા શાળાનો સમય બદલાયો
Advertisement

VADODARA : વડોદરા સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ જારી છે. ત્યારે આજે વડોદરાની ડીઇઓ કચેરી દ્વારા ગરમીને અનુલક્ષીને શાળાનો સમય બદલવા માટેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. સાથે જ બાળકોને ગરમીને લઇને મહત્વની માહિતીથી અવગત કરાવવા માટે જણાવાયું છે. ગરમી વધતા હવે શાળાનો સમય સવારે 6 - 11 વાગ્યા સુધીનો રાખવાની તાકીદ તમામ શાળાઓને કચેરી મારફતે કરી દેવામાં આવી છે.

બાળકોને રક્ષણ મળી રહે તેવા પ્રયાસો

રાજ્યમાં ગરમી દિવસેને દિવસે નવો રેકોર્ડ સર્જી રહી છે. જેની અસરોને ધ્યાને રાખીને હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે. અને શાળાઓનો સમય બદલવા માટેની તાકીદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. વડોદરા જિલ્લા શિક્ષણા અધિકારીની કચેરી દ્વારા જેના અનુસંધાને આજે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં શાળાનો સમય બદલવાની સાથે અન્ય જરૂરી તાકીદની બાબતોને લઇને જાણ કરવામાં આવી છે. આમ, ગરમીના વધતા જતા પ્રકોપ વચ્ચે શાળાઓના બાળકોને રક્ષણ મળી રહે તેવા પ્રયાસો કચેરી દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસનો વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી આવકાર મળી રહ્યો છે.

Advertisement

પરિપત્ર કરીને શાળાઓને મોકલી આપવામાં આવ્યો

શિક્ષણા અધિકારી જણાવે છે કે, હીટ વેવ, ગરમીની અસર જોવા મળી રહી છે, જે અંતર્ગત તમામ વિભાગોને યથાયોગ્ય સુચનાઓ આપવામાં આવી હતી. તે અંતર્ગત શિક્ષણ વિભાગને આવરીને શાળાનો સમય સવારે 6 - 11 નો રાખવા અંગેની સુચના મળી હતી. આ સંદર્ભેની સુચના ગાંધીનગર કચેરીથી વડોદરા કચેરીને 19 એપ્રિલના રોજ મળી હતી. જે અંગેનો પરિપત્ર કરીને શાળાઓને મોકલી આપવામાં આવ્યો છે. શાળાઓને સુચના આપી જ છે, ગરમીની સીઝનમાં બાળક તડકામાં ઉભુ ન રહે, પેરેન્ટ્સ લેવા આવે ત્યારે પણ શાળાઓને તકેદારી રાખવા સાથે જ બાળકોને ગરમીને લઇને મહત્વની માહિતીથી અવગત કરાવવા જણાવાયું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ST ડેપો પર વ્યવસ્થાનો અભાવ, પગે ફ્રેકચર થયેલ મહિલાને મદદ ન મળી

Tags :
Advertisement

.

×