Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

VADODARA : મતદાન જાગૃતિ માટે યોજાયો વિશેષ રમતોત્સવ

VADODARA : વડોદરામાં મતદાન જાગૃતિ (VOTER AWARENESS) ને લઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. રમતોત્વસમાં...
vadodara   મતદાન જાગૃતિ માટે યોજાયો વિશેષ રમતોત્સવ

VADODARA : વડોદરામાં મતદાન જાગૃતિ (VOTER AWARENESS) ને લઇને જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાગ લેવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે. રમતોત્વસમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓને સર્ટિફિકેટ સ્વરૂપી સન્માન આપવામાં આવ્યું છે. ચૂંટણી અધિકારીએ ક્રિકેટ પર હાથ અજમાવતા ખેલાડીઓને ઉત્સાહ બમણો જોવા મળ્યો હતો.

Advertisement

દિવ્યાંગ રમતોત્સવનું આયોજન

જિલ્લા ચૂંટણી અધિકારી બીજલ શાહના માર્ગદર્શન હેઠળ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અંતર્ગત સ્વીપ એક્ટીવીટી અન્વયે દિવ્યાંગ વ્યક્તિઓની સહભાગીતા વધે તે હેતુસર દિવ્યાંગ રમતોત્સવનું સમાજ સુરક્ષા સંકુલ, પેન્શનપુરા,નિઝામપુરા રોડ, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

રમતવીરોની ખેલદિલીને આદર

આ સંકુલ ખાતે જિલ્લા ચુંટણી અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ હાજરી આપી આ અનોખા રમતોત્સવમાં દિવ્યંજનોનો ઉત્સાહ વધાર્યો હતો. બંને અધિકારીઓ બાળકો સાથે ક્રિકેટ રમી દિવ્યાંગ રમતવીરોની ખેલદિલીને આદર આપ્યો હતો.

Advertisement

યુવા દિવ્યાંગ મતદારોને સર્ટીફીકેટ અપાયા

આ ટુર્નામેન્ટમાં વડોદરાની સોસાયટી ફોર ધ ફિઝિકલી હેન્ડીકેપ્ડ, સમાજ સુરક્ષા સંકુલ, જી.ડી.પટેલ બધીર માધ્યમિક વિધ્યાલય, સ્પંદન સ્કૂલ ફોર રીટાયર્ડેડ, લાયન્સ બ્લાઈન્ડ કન્યા વિદ્યાલય જેવી સંસ્થાના દિવ્યાંગ વ્યક્તિઓ વિવિધ રમતોમાં ભાગ લઈ અને વડોદરા જિલ્લાના અન્ય દિવ્યાંગો તેમજ સમાજના અન્ય વર્ગોના મતદાતાઓને મતદાન માટે અપીલ કરી હતી. આ રમતોત્સવના માધ્યમથી મતદાન ઝુંબેશમાં સહાય કરવા માટે મુક-બધીર યુવા મતદારોએ વોલીબોલ ટુર્નામેન્ટ, સ્પંદન સંસ્થાના મનો દિવ્યાંગ મતદારો દ્વારા ક્રિકેટ મેચ, અંધશાળાના મહિલા મતદારો માટે દોડની સ્પર્ધા અને ભાઈઓએ ચેસની ટુર્નામેન્ટમાં ભાગ લઈ પોતાની ભાગીદારી નોંધાવી હતી. આ ઉપરાંત ડિસ્ક થ્રો, ગોળા ફેંક અને અન્ય આઉટડોર-ઇન્ડોર સ્પર્ધાઓ કરી તમામ યુવા દિવ્યાંગ મતદારોને સર્ટીફીકેટ આપી તેમનું સન્માન કર્યું હતું.

ચુંટણી પંચે ઇન્ક્લુંઝીવ ઇલેકશન પર ભાર મુક્યો

જિલ્લા ચૂંટણી અધિકારી બિજલ શાહે જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ નિમિત્તે મતદાનની જાગૃતિ માટે સ્વીપ એક્ટીવીટી કરવામાં આવે છે, સમાજના દરેક વર્ગ, દરેક સમુદાય જાતિ, જ્ઞાતિ, ધર્મ કોઈપણ હોય તમામ લોકોએ મતદાન કરવું જોઈએ. ચુંટણી પંચે ઇન્ક્લુંઝીવ ઇલેકશન પર ભાર મુક્યો છે, માટે દિવ્યાંગ લોકો સહીત દરેક નાગરિકોએ મતદાન કરવું જોઈએ. આ પ્રસંગે સ્વિપના કો ઓર્ડીનેટર ડો.સુધીર જોશી, સમાજ સુરક્ષા અધિકારી ત્રિવેદી, દિવ્યાંગજનો માટે કાર્યરત સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : પાદરા અને કરજણના ગામો પાસે યુવા અને પ્રથમ મતદારોનો ખજાનો

Tags :
Advertisement

.