Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : રવિવારે "તમારા મતદાન મથકને જાણો" અભિયાન યોજાશે

VADODARA : આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં (LOKSABHA GENETAL ELECTION - 2024) મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ વડોદરા જિલ્લામાં મતદાર જાગૃતિ બાબતે જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે. BLO મતદાર યાદી સાથે...
vadodara   રવિવારે  તમારા મતદાન મથકને જાણો  અભિયાન યોજાશે
Advertisement

VADODARA : આગામી લોકસભાની ચૂંટણી-૨૦૨૪માં (LOKSABHA GENETAL ELECTION - 2024) મતદારોની સહભાગીદારી વધે અને લોકશાહી વધુ મજબૂત બને તે માટે ભારતના ચૂંટણીપંચની સૂચનાઓ મુજબ વડોદરા જિલ્લામાં મતદાર જાગૃતિ બાબતે જુદા-જુદા કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યાં છે.

BLO મતદાર યાદી સાથે હાજર રહેશે

મતદાન મથકનું સ્થળ ખબર ન હોવાના કારણે અથવા તો મતદાન માટે જરૂરી ઓળખના પુરાવા અને એકથી વધુ પોલીંગ સ્ટેશન ધરાવતા પોલીંગ સ્ટેશન લોકેશન પર ક્યા મતદાન મથકમાં મતદાન માટે જવાનું છે તેની જાણકારીના અભાવે મતદારો મતદાન મથકે મુંઝવણ અનુભવતા હોય છે. જે અંગે મતદારોને, મતદાર યાદીમાં તેઓના ક્રમ તથા મતદાન મથકની માહિતી ઉપલબ્ધ કરાવવા જિલ્લાના દરેક મતદાન મથકે જિલ્લા ચૂટણી અધિકારી અને કલેકટર વડોદરા દ્વારા તા.૨૮/૦૪/૨૦૨૪ રવિવારના રોજ સવારે ૦૯.૦૦ થી ૧૨.૩૦ કલાક સુધી "Know Your Polling Station (KYPS)" કેમ્પેઇનનું આયોજન કરવામાં આવશે જ્યાં જે તે મતદાન મથકના BLO મતદાર યાદી સાથે હાજર રહેશે.

Advertisement

૭૮૮ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે બેઠા કર્યું મતદાન

વડોદરા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી તા.૭, મે ના રોજ યોજનાર છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી પંચના આદેશ અનુસાર દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોને ઘરે જઈને મતદાન કરવામાં આવી રહ્યું છે. વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાની ૧૦ વિધાનસભા મતદાર વિભાગમાંથી આવા ૧૧૬૩ નાગરિકો પાસેથી નિયત ફોર્મ મેળવવામાં આવ્યા હતા.જે પૈકી ૭૮૮ દિવ્યાંગ અને વરિષ્ઠ નાગરિકોએ ઘરે બેઠા મતદાન કર્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા મત વિભાગમાં 85 થી વધુ વયના ૮૭૩,દિવ્યાંગો ૨૫૫ અને અન્ય ૩૫ મતદારોએ ઘરે બેઠા મતદાન કરવા માટે નિયત ફોર્મમાં અરજી કરી હતી.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : સેન્ટ્રલ જેલમાં જમીનમાંથી મોબાઇલ શોધી કઢાયો

Tags :
Advertisement

.

×