Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી, જાણો કોને ટેકો આપશે

VADODARA : વડોદરા (VADODARA) ની વાઘોડિયા વિધાનસભા (WAGHODIA SEAT) બેઠક પરથી 6 વખતથી ચૂંટાઇને આવતા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ જોડેથી ભાજપે ગત ચૂંટણીમાં કિનારો કરી લીધો હતો. જે બાદ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને હાર મળી હતી....
vadodara   બાહુબલી મધુ શ્રીવાસ્તવની ધારાસભ્ય અને સાંસદ બંને ચૂંટણી લડવાની તૈયારી  જાણો કોને ટેકો આપશે
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની વાઘોડિયા વિધાનસભા (WAGHODIA SEAT) બેઠક પરથી 6 વખતથી ચૂંટાઇને આવતા બાહુબલી નેતા મધુ શ્રીવાસ્તવ જોડેથી ભાજપે ગત ચૂંટણીમાં કિનારો કરી લીધો હતો. જે બાદ તેઓ અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમને હાર મળી હતી. હવે લોકસભાની ચૂંટણીની સાથે વાઘોડિયા વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થતા જ તેઓ સક્રિય બન્યા છે. પ્રથમ તેમણે ભાજપને ટક્કર આપતા ઉમેદવારોને સીધો કે પાછલા બારણે ટેકો કરવાની જાહેરાત કરી છે. જો તેમના મુજબ તેમ નહિ થયું તો તેઓ વાઘોડિયા બેઠક પરથી ધારાસભ્ય સાથે જ સાંસદ સભ્ય તરીકેની ચૂંટણીમાં ઉભા રહેવા તૈયાર હોવાનું તેઓ જણાવી રહ્યા છે.

બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ

ગતરોજ લોકસભા 2024 ની ચૂંટણીની જાહેરાત થઇ છે. સાથે જ ગુજરાતના પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત પણ કરવામાં આવી છે. જે પૈકી એક બેઠક વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક છે. આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ચૂંટાયા હતા. તેમણે રાજીનામું આપીને હાલ તેઓ ભાજપમાં જોડાયા છે. જેને પગલે આ બેઠક પર પેટા ચૂંટણીની જાહેરાત થઇ છે. તે પહેલા આ બેઠક પર બાહુબલી પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો દબદબો હતો. હવે ચૂંટણીની તારીખ જાહેર થતા તેઓ જ સક્રિય બન્યા છે. અને પોતાની તૈયારી દર્શાવી છે.

Advertisement

વિરૂદ્ધ ચાલતું હશે ત્યાં સપોર્ટ

મધુ શ્રીવાસ્તવ જણાવે છે કે, હવે કેટલા ઉમેદવાર ઉભા રહે છે તેના પર આધાર છે. કોંગ્રેસ, ભાજપ અને આપમાંથી કેટલા ઉમેદવારો ઉભા રહે છે, તેના આધારે સમીકરણો સર્જાય છે. તેના આધારે જ મેદાનમાં પડવાનું છે. ભાજપ વિરૂદ્ધ ચાલતું હશે તો તેને પાછલી બારીએ સપોર્ટ કરીશ, અને સામે લડવું હશે તો લડવા દઇશ.

Advertisement

લડવૈયા નહિ હોય તો હું લડીશ

તેઓ વધુમાં જણાવે છે કે, મધુભાઇ 110 ટકા લડશે. જીતી શકીએ તો જ લડવાનું, જ્યાં કદમ મુક્યો છે, ત્યાં વિજય થતો આવ્યો છે. અગાઉની ચૂંટણીમાં ભાજપ માટે આખી જવાની જોખી દીધી, પૈસા જોખી દીધા, એક રૂપિયાનું કરપ્શન નથી કર્યું. ભાજપને પાલિકાથી લઇ જિલ્લા પંચાયતથી લઇ સંસદ સુધી લાવવાના પ્રયાસ કર્યા. વડોદરાના લોકલ ભાજપ લોકોએ અમારા સાથે બેઇમાની કરી હતી. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવું શક્ય નથી. લડાવવા છે, જે લડવૈયા હશે તેને સપોર્ટ કરીશ. લડવૈયા નહિ હોય તો હું લડીશ.

કઇ ફેક્ટરીમાંથી શું લીધું છે તે સમય આવે બતાવીશ

તેમણે ઉમેર્યું કે, રંજનબેન તેમના રીતે ચાલતા આવ્યા છે, હું તેમના વિરૂદ્ધમાં રહીશ, તેમના કાર્યકાળ દરમિયાન કયા બિલ્ડીંગો બન્યા, કયા કૌભાંડો કર્યા, કઇ ફેક્ટરીમાંથી શું લીધું છે તે સમય આવે બતાવીશ. હું અપક્ષ તરીકે ચૂંટાયો હતો. અને મને ભાજપ લેવા આવી હતી. જ્યાં સુધી હું જીવતો રહ્યો ત્યાં સુધી હું ભાજપમાં રહીશ. પણ ભાજપે મને ના કહેશે, પછી જ હટવાનો. ભાજપે મને ટીકીટ ના આપી એટલે ભાજપ છોડી દીધું.

સાંસદ અને ધારાસભ્ય બંનેની ચૂંટણી લડીશ

વડોદરા અને ગુજરાતનો વિકાસ થયો છે, તે કોઇ એક જ વ્યક્તિએ નથી કર્યો. બધાએ મળીને કર્યો છે. વિકાસમાં ભ્રષ્ટાચાર થયો છે, તેમ કહી શકું. અંગત માણસને કોન્ટ્રાક્ટ આપવાનો, ડ્રેનેજ, તંબુ, બ્રિજ, પાણીની લાઇનોનું કામ માનીતા કોન્ટ્રાક્ટરોને આપવાનું કામ ભાજપે કર્યું છે. સંસદ અને વાઘોડિયા બેઠક પરથી કોણ લડી રહ્યું છે, તે જોઇશ. તેમાંથી કોઇને સપોર્ટ કરીશ. જો ઉમેરવાર નહિ કરી શકે તો હું લડવા માટે તૈયાર છું. સાંસદ અને ધારાસભ્ય બંનેની ચૂંટણી લડીશ.

આ પણ વાંચો --VADODARA : નગરજનોને ફોલ્ડિંગ રોડનું નજરાણું આપતું તંત્ર

Tags :
Advertisement

.

×