Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "કોઇ કોલર પકડે....ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ", દબંગના આકરા તેવર

VADODARA : વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણી અંતર્ગત (WAGHODIA SEAT BY ELECTION) કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલ (CONGRESS CANDIDATE KANUBHAI GOHIL) માટે જાહેર સભાનું ગતરાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અપક્ષ ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો...
vadodara    કોઇ કોલર પકડે    ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ   દબંગના આકરા તેવર
Advertisement

VADODARA : વડોદરાના વાઘોડિયા વિધાનસભા બેઠક પર યોજાઇ રહેલી પેટા ચૂંટણી અંતર્ગત (WAGHODIA SEAT BY ELECTION) કોંગ્રેસના ઉમેદવાર કનુભાઇ ગોહિલ (CONGRESS CANDIDATE KANUBHAI GOHIL) માટે જાહેર સભાનું ગતરાત્રે આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં અપક્ષ ઉમેદવારી પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ (EX. MLA MADHU SHRIVASTAV) ના આકરા તેવર જોવા મળ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જાહેર સભામાં કહી દીધું કે, ચૂંટણી દરમિયાનના અંદર તમારો જો કોઇ કોલર પકડેને તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ.

ચોંકાવનારૂ નિવેદન આપ્યું

વડોદરાની વાઘોડિયા બેઠક પર ત્રિપાંખીયો જંગ ખેલાવવાની તૈયારીઓ હતી. પરંતુ પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા અપક્ષ ઉમેદવારી ફોર્મ પરત ખેંચીને કોંગ્રેસના ઉમેદવારને ટેકો જાહેર કરવામાં આવ્યો હતો. જે બાદ તેઓ સતત કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયના ઉદ્ધાટન અને જાહેરસભામાં હાજર જોવા મળી રહ્યા છે. ગતરોજ કોંગ્રેસના ઉમેદવારની ચૂંટણી સભામાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના અગ્રણીઓ વચ્ચે મધુ શ્રીવાસ્તવ હાજર હતા. દરમિયાન તેમણે ચોંકાવનારૂ નિવેદન આપ્યું હતું. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે.

Advertisement

મરવાથી ડરતો નથી, ભાઇ

વાયરલ વિડીયોના અંશમાં મધુ શ્રીવાસ્તવ જણાવે છે કે, હું ચેલેન્જ આપું છું, આજસુધી મેં કશું નથી કર્યું. પણ જ્યારે મેદાનમાં નિકળીશ તો સુપડા સાફ કરતો નિકળીશ, મરવાથી ડરતો નથી ભાઇ, ખાલી ભગવાન બજરંગબલીથી ડરૂં છું ભાઇ, બાકી કોઇથી નથી ડરતો. મોતતો આવવાની છે, આકે રહેગી, મોત સે ક્યાં ગભરાનેકા.. પણ આવા લોકો કાર્યકર્તાને હુલઝપટ આપે છે કે, હું તમને જોઇ લઇશ. હું કાર્યકર્તાને કહું છું, 7 તારીખે ચૂંટણી છે, ચૂંટણી દરમિયાનના અંદર તમારો જો કોઇ કોલર પકડેને તો મધુ શ્રીવાસ્તવ પાસે આવજો ફાયરીંગ ના કરૂ તો મધુ શ્રીવાસ્તવ નહિ..

Advertisement

અડધી રાત્રે ચૌદમુ રતન વાપરૂ

વધુમાં તેઓ જણાવે છે કે, હુુ તમને ખાતરી આપું છું, કોઇ પણ અધિકારી હશે, સાચુ કામ હશે, સાચુ કામ લઇને આવજો મારા પાસે, ચોક્કસ પણે તમારૂ કામ કરવાના પ્રયત્નો કરીશ. હું 6 - 6 વખત ધારાસભ્ય રહ્યો છું. તેમાં કોણ શું કરે છે, શું નથી કરતા, અધિકારીઓ શું કરે છે, શું નથી કરતા અધિકારી કેટલા લાંચ રૂશ્વત લે છે, તે બધુ જાણુ છું. તમારૂ સાચુ કામ લઇને આવજો, અડધી રાત્રે ચૌદમુ રતન ન વાપરૂ તો મારૂ નામ મધુ શ્રીવાસ્તવ નહિ, તે જ કહેવા આવ્યો છું.

આ પણ વાંચો -- Weather Forecast : આજથી 4 દિવસ હીટવેવ, તાપમાન 43 ડિગ્રી સુધી જવાની આગાહી, વાંચો અહેવાલ

Tags :
Advertisement

.

×