Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ટેન્કર અકસ્માતમાં ચાલકે સીટ પર દમ તોડ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે (EXPRESS WAY) પર ટેન્કરનું અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં ડ્રાઇવર સીટ પર ફસાઇ ગયો હતો. ઘટના અંગે જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક...
vadodara   ટેન્કર અકસ્માતમાં ચાલકે સીટ પર દમ તોડ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા એક્સપ્રેસ હાઇવે (EXPRESS WAY) પર ટેન્કરનું અજાણ્યા વાહન સાથે અકસ્માત થયો હતો. આ ઘટનામાં ચાલક ઇજાગ્રસ્ત હાલતમાં ડ્રાઇવર સીટ પર ફસાઇ ગયો હતો. ઘટના અંગે જાણ થતા જ વડોદરા ફાયર બ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. અને ચગદાયેલી ટેન્કરના પતરા કાપીને તેને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયાનું સામે આવ્યું હતું.

તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગત રાત્રે 10 વાગ્યાના અરસામાં અમદાવાદથી વડોદરા તરફ આવતા ટોલ નાકા આગળ એક્સપ્રેસ હાઇવે નજીક ટેન્કરનો અકસ્માત થયો હોવાની જાણકારની વડોદરા ફાયર બ્રિગેડને મળી હતી. આ ઘટનામાં ચાલક દબાયો હોવાનું જાણતા લાશ્કરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થળ પર ટેન્કરનો આગળનો ભાગ ખરાબ રીતે ચગદાયો હોવાનું મળી આવ્યું હતું.

Advertisement

પતરા કાપીને ચાલકનું રેસ્ક્યૂ કર્યું

ફાયર બ્રિગેડના જવાનોએ પોણો કલાકની જહેમત બાદ પતરા કાપીને ચાલકનું રેસ્ક્યૂ કર્યું હતું. પરંતુ તેનું મૃત્યુ થઇ ગયું હતું. ચાલકનું નામ શિવાલય યાદવ (રહે. આઝમગઢ) હોવાનું જાણવા મળ્યું હતું. અકસ્માતને લઇને એક્સપ્રેસ વે પર ટ્રાફિક જામના દ્રશ્યો ન સર્જાય તે માટે નિયમન કરવામાં આવ્યું હતું. વડોદરાના ટીપી - 13 ના ફાયર લાશ્કરો દ્વારા સમગ્ર કામગીરી પાર પાડવામાં આવી હતી.

Advertisement

તપાસનો ધમધમાટ શરૂ

સુત્રો જણાવી રહ્યા છે કે, કન્ટેનરના આગળનો ભાગ અકસ્માતમાં ભારે ચગદાયો હતો. પરંતુ અકસ્માતના સ્થળ પરથી કોઇ અન્ય વાહન મળી આવ્યું ન્હતું. જેની જોડે કન્ટેનરનો અકસ્માત થયો હોય. આ મામલાની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

આ પણ વાંચો -- VADODARA : બહેનના પ્રેમી પર શંકા જતા ઉઠાવીને કેનાલમાં ગબડાવી દીધો

Tags :
Advertisement

.

×