Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સિક્કિમમાં વાદળ ફાટતા પરિવાર સંપર્ક વિહોણો બન્યો

VADODARA : વડોદરા (VADODARA) નો પરિવાર સિક્કિમના લાચુંગમાં ફરવા માટે ગયો હતો. દરમિયાન સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા (SIKKIM CLOUD BURST) ભૂસ્ખલનની સ્થિતી સર્જાઇ હતી. ત્યાર બાદ રાણા પરિવારના સભ્યો સંપર્ક વિહોણા બનતા વડોદરા રહેતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા છે. અને...
vadodara   સિક્કિમમાં વાદળ ફાટતા પરિવાર સંપર્ક વિહોણો બન્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) નો પરિવાર સિક્કિમના લાચુંગમાં ફરવા માટે ગયો હતો. દરમિયાન સિક્કિમમાં અચાનક વાદળ ફાટતા (SIKKIM CLOUD BURST) ભૂસ્ખલનની સ્થિતી સર્જાઇ હતી. ત્યાર બાદ રાણા પરિવારના સભ્યો સંપર્ક વિહોણા બનતા વડોદરા રહેતા પરિવારના સભ્યો ચિંતિત બન્યા છે. અને તેમને હેમખેમ પરત લાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. વિતેલા 2 દિવસથી તેમનો કોઇ સંપર્ક ન થયો હોવાનું વડોદરા રહેતા પરિજન જણાવી રહ્યા છે.

Advertisement

કોઇ સંપર્ક થઇ શક્યો નથી

વડોદરામાં રહેતો રાણા પરિવારના 9 સભ્યો 7, જુનના રોજ પાર્થ ટ્રાવેલ્સમાંથી સિક્કિમ ફરવા ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ સિક્કિમના લાચુંગમાં વાદળ ફાટ્યું હતું. અને ભૂસ્ખલ સર્જાયું હતું. જેમાં અસંખ્ય પરિવારો ફસાયા હતા. તેવામાં લાચુંગમાં ગયેલા રાણા પરિવારના સભ્યો વડોદરા રહેતા પરિજનોથી સંપર્ક વિહોણા બન્યા હતા. વિતેલા બે દિવસથી ફરવા ગયેલા રાણા પરિવારના સભ્યોનો કોઇ સંપર્ક થઇ શક્યો નથી. જેને લઇને રાણા પરિવારના સમા સ્વાતિ સોસાયટીમાં રહેતા રમેશચંદ્ર રાણા ચિંતિત થયા હતા.

Advertisement

સહી સલામત લાવવા માંગ

તેમના જણાવ્યા અનુસાર, ફરવા ગયેલા પરિવારના સભ્યો આજે હવાઇ મારફતે વડોદરા આવવાના હતા. પરંતુ વિતેલા 2 દિવસથી તેઓ સંપર્ક થઇ શક્યો નથી. ફરવા ગયેલા સભ્યોમાં રામચંદ્રભાઇના બે મોટા બહેન, એક નાનો ભાઇ, તથા તેમના પરિવારનો સમાવેશ થાય છે. તેમણે સરકાર પાસે તમામને સહી સલામત વડોદરા લાવવા માટે માંગ કરી છે.

આ પણ વાંચો -- VADODARA : સુરક્ષાના સુચનોનું પાલન નહી કરનાર 81 સ્કુલવાન-રીક્ષા ચાલકો દંડાયા

Tags :
Advertisement

.

×