Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર ગંભીર આરોપ

VADODARA : વડોદરા (VADODARA) ના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતિએ સનસનીખેજ આરોપ લગાડ્યા છે. વર્ષ 2016 માં દુષકર્મની ઘટના અંગે આજે યુવતિએ અવાજ ઉઠાવ્યો છે. અને વાડી પોલીસ મથકમાં જઇ પોતાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જે બાદ...
vadodara   વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર ગંભીર આરોપ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના વાડી સ્વામિનારાયણ મંદિરના સંત પર યુવતિએ સનસનીખેજ આરોપ લગાડ્યા છે. વર્ષ 2016 માં દુષકર્મની ઘટના અંગે આજે યુવતિએ અવાજ ઉઠાવ્યો છે. અને વાડી પોલીસ મથકમાં જઇ પોતાની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. જે બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.

ડિટેલ્સ જાણવા માંગતા હતા

વાડી પોલીસ મથક પહોંચેલી પીડિતા આરોપ મુકતા જણાવે છે કે, આ ઘટના 10 સપ્ટેમ્બર 2016 ની છે. અને આજે હું ફરિયાદ કરવા આવી છું. હું જગત પાવનદાસ સ્વામી સામે ફરિયાદ કરવા માટે આવી છું. વાડી સ્વામિનારાયણ મંદિરમાં તેઓ કોઠારી હતી. મારી પર બળત્કાર કર્યો છે. તેમની જોડે ફોનથી સંપર્કમાં આવી હતી. ત્યાર બાદ અમારી વોટ્સએપ પર વાત થતી હતી. પછી ગીફ્ટ આપવાના બહાને જબરદસ્તી કરી હતી. વર્ષ 2014 થી મંદિરે દર્શન કરવા જતા હતા. અને વર્ષ 2016 માં કોન્ટેક્ટ થયો હતો. તેઓ પહેલા મારા પિતાનો નંબર લઇ ચુક્યા હતા. તે રાત્રે તેમણે સાડા દસ વાગ્યે મને ફોન કર્યો હતો. તે સમયે ફોન મારા હાથમાં હતો. અને મેં ફોન રીસીવ કર્યો હતો. સામેથી તેમણે કહ્યું કે, હું જગત પાવનદાસ સ્વામી, વાડી સ્વામિનારાયણ મંદિરમાંથી વાત કરું છું. તે રીતે વાતની શરૂઆત કરી હતી. તેઓ મારી ડિટેલ્સ જાણવા માંગતા હતા.

Advertisement

વિડીયો કોલ પર ગંદુ કરવાનું

વધુમાં પીડિતા ગંભીર આરોપ લગાવતા જણાવે છે કે, ત્યાર બાદ વોટ્સએપ થકી વાતો ચાલુ રહેતી હતી. તેમણે ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિરના નીચે રૂમમાં બોલાવી હતી. ત્યાં તેમણે મારી સાથે દુષકર્મ કર્યું હતું. તેના પછી તેમણે ધમકી આપી હતી. તું કોઇને કહીશ તો કહું દવા પી લઇશ, તારા પરિવારને જાનથી મારી નાંખીશ, સ્વામીનું ગ્રુપ છે, તેમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા. જેમાં ન્યુડ ફોટો અને વિડીયો કોલ પર ગંદુ કરવાનું. ઘટના બની ત્યારે મારી ઉંમર 14 વર્ષની હતી. તે સમયે કોઇ સોર્સ ન્હતો જેથી હું પોલીસ ફરિયાદ કરી શકું. તેઓને કડકથી કડક સજા થવી જોઇએ. અને બીજી કોઇ છોકરી સામે મારા જેવું ન થાય. સાથે જ યુવતિએ એચ. પી. સ્વામી, કે. પી. સ્વામી અને જે. પી. સ્વામીના નામનો ઉલ્લેખ ઉપરોક્ત સંદર્ભે કર્યો છે.

Advertisement

પોલીસ એક્શનમાં આવી

અત્રે ઉલ્લેખનીય છે કે, યુવતિ સામે આવતા જ પોલીસ એક્શનમાં આવી છે. અને આ મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

આ પણ વાંચો -- VADODARA : લાંચિયા તત્કાલીન PI સામે નિવૃત્તિ બાદ ગુનો નોંધાયો

Tags :
Advertisement

.

×