Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : હાઇ-વેની બાજુના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા હાઇવે (HIGHWAY) ની બાજુના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) સહિત પોલીસની ટીમો દોડતી થઇ છે. વાહનોથી સતત વ્યસ્ત રહેતા હાઇવેની બાજુમાં આવેલા દિવેલના ખેતરમાંથી દુર્ગંધ મારતી હાલતમાં...
vadodara   હાઇ વેની બાજુના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસેથી પસાર થતા હાઇવે (HIGHWAY) ની બાજુના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા ક્રાઇમ બ્રાન્ચ (VADODARA CRIME BRANCH) સહિત પોલીસની ટીમો દોડતી થઇ છે. વાહનોથી સતત વ્યસ્ત રહેતા હાઇવેની બાજુમાં આવેલા દિવેલના ખેતરમાંથી દુર્ગંધ મારતી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. હાલ પોલીસના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. અને તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ખેતરમાં મૃતદેહ મળી આવ્યો

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરા પાસે સુંદરપુરા થી જાંબુઆ તરફ જવાના હાઇવેની બાજુમાં આવેલા ખેતરમાં શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહ મળી આવવાની ઘટના સામે આવ્યા બાદ સ્થાનિક પોલીસ સહિત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. અને તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

મોંઢે રૂમાલ રાખવો પડે તેવી સ્થિતી

સુત્રોના જણાવ્યા પ્રમાણે, એક અજાણ્યા પુરૂષનો મૃતદેહ ડિકંમ્પોઝ હાલતમાં મળી આવ્યો છે. મૃતદેહમાંથી ભારે દુર્ગંધ આવતા નજીક જવા સુધી મોંઢે રૂમાલ રાખવો પડે તેવી સ્થિતી સર્જાઇ છે. આ વચ્ચે ક્રાઇમ બ્રાન્ચના ડીસીપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે. જે બાદ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

સીસીટીવીમાં જોવા મળ્યું

પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, મૃતક ડ્રાઇવર હોવાની આશંકા છે. સુત્રો તેમ પણ જણાવે છે કે, અત્યાર સુધીની તપાસમાં મૃતક ભારદારી વાહન પાર્ક કરીને નજીકની હોટલમાં જઇ રહ્યો હોવાનું સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે. ત્યાર બાદથી તે લાપતા થયો છે. પોલીસે ઘટનાને લઇને સઘન તપાસ હાથ ધરી છે. હવે કેટલા સમયમાં આ કેસ ઉકેલાય છે તેના પર સૌ કોઈની નજર રહેલી છે.

આ પણ વાંચો -- VADODARA : ઓનલાઇન દેવું થઇ જતા યુવક ખોટા રવાડે ચઢ્યો

Tags :
Advertisement

.

×