Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બટાકાપૌંઆ ખાધા બાદ અનેક બાળકોમાં ફૂડ પોઇઝનીંગની અસર

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા લોકો માટે બટાકા પૌંઆ અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં શ્રમજીવીના બાળકોએ પણ તે આરોગ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, 8 થી વધુ બાળકોએ બટાકા પૌંઆ ખાધા બાદ...
vadodara   બટાકાપૌંઆ ખાધા બાદ અનેક બાળકોમાં ફૂડ પોઇઝનીંગની અસર
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના ફતેગંજ વિસ્તારમાં મતદાન કરીને પરત ફરી રહેલા લોકો માટે બટાકા પૌંઆ અને ચાની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં શ્રમજીવીના બાળકોએ પણ તે આરોગ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, 8 થી વધુ બાળકોએ બટાકા પૌંઆ ખાધા બાદ ફૂડ પોઇઝનીંગની અસર વર્તાતા તેમની તબિયત લથડી છે. તમામને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હાલ તબક્કે તમામની તિબયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બકાકાપૌંઆ અને ચા ની વ્યવસ્થા

વડોદરામાં મતદાનને પ્રોત્સાહન આપવા માટે અનેક વિધ જાહેરાતો કરવામાં આવી છે. કેટલીય જગ્યાઓ પર મતદાન કરીને આવેલા લોકોને નિશુલ્ક ખાવા-પીવાની વસ્તુઓનો લાભ વિક્રેતાઓ દ્વારા આપવામાં આવ્યા છે. તેવામાં પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, શહેરના ફતેગંજ વિસ્તારમાં સેવાભાવી યુવાનો દ્વારા મતદાન કરીને પરત આવેલા લોકો માટે બટાકા પૌંઆ અને ચા ની વ્યવસ્થા રાખવામાં આવી હતી. દરમિયાન નજીકના શ્રમજીવીઓના બાળકોએ પણ આ બટાકા પૌઆ ખાધા હતા.

Advertisement

એડમિટ કરવામાં આવ્યા

જે બાદ બપોર થતા જ બાળકોને ઉલ્ટીઓ થતા તબિયત બગડવાનું શરૂ થઇ ગયું હતું. પ્રાથમિક સુત્રોના જણાવ્યા અનુસાર, બાળકોએ બટાકા પૌંઆ ખાધા બાદ તેમનામાં ફૂડ પોઇઝનીંગની અસર જણાતા દોડધામ મચી જવા પામી છે. હાલ તબક્કે 8 થી વધુ બાળકોને સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે. કેટલાક બાળકો તાત્કાલિક સારવાર વિભાગમાં તો કેટલાક બાળકોને પેડિયાટ્રીક વિભાગમાં એડમિટ કરવામાં આવ્યા છે. હાલની સ્થિતીએ તમામની તબિયત સ્થિર હોવાનું સુત્રો જણાવી રહ્યા છે.

Advertisement

બાળકોની સંખ્યાં વધવાની શક્યતા

એસએસજી વિભાગનો ઇમર્જન્સની વિભાગ એમ્બ્યુલન્સના સાયરનોથી ગુંજી ઉઠ્યો છે. અને અહિંય બાળકોને સઘન સારવાર આપવામાં આવી રહી છે. સુત્રોએ ઉમેર્યું કે, ફૂડ પોઇઝનીંગની અસર ધરાવતા બાળકોની સંખ્યાં વધવાની શક્યતા છે.

આ પણ વાંચો -- VADODARA : જરૂરીયાતમંદ મતદારોને પોલીસનો સહારો

Tags :
Advertisement

.

×