Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મોબાઇલને લઇ શરૂ થયેલા કલેશના અંતે મહિલાનો જીવન ટુંકાવવાનો પ્રયાસ

VADODARA : વડોદરા (VADODARA) માં સંતાનની મોબાઇલની જીદ બાદથી શરૂ થયેલા સિલસિલાના અંતે માતાએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મહિલાના પતિએ વડું પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. જે બાદ પોલીસે...
vadodara   મોબાઇલને લઇ શરૂ થયેલા કલેશના અંતે મહિલાનો જીવન ટુંકાવવાનો પ્રયાસ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં સંતાનની મોબાઇલની જીદ બાદથી શરૂ થયેલા સિલસિલાના અંતે માતાએ જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ ઘટના અંગે મહિલાના પતિએ વડું પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

દિકરાએ ફોન ઝુંટવી લીધો

સમગ્ર ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, પાદરા પાસે ગવાસદ ગામની સીમમાં આવેલી સોસાયટીમાં સોસાયટીમાં માયાબેન તેમના પરિવાર સાથે રહેતા હતા. તાજેતરમાં તેમના 4 વર્ષના પુત્રએ મોબાઇલ માટે જીદ કરી હતી. જે બાદ તેની માતા માયાબેને મોબાઇલ ફોન આપવાની ના પાડી દીધી હતી. બાદમાં તેમના દિકરાએ ફોન ઝુંટવી લીધો હતો અને ફેંકી દીધો (ઘા કર્યો) હતો.

Advertisement

જીવન ટુંકાવવાનો પ્રયાસ

જે બાદ માતા માયાબેને ગુસ્સામાં આવીને તેને માર માર્યો હતો. જેથી પતિએ તેમને માર મારતા રોક્યા હતા. બાદમાં પતિ-પત્ની વચ્ચે આ મામલે બોલાચાલી થઇ હતી. જે બાદ માયાબેનના મનમાં લાગી આવી હતી. બાદમાં ગતરોજ સાંજના સમયે માયાબેને ઘરના બેડરૂમમાં ગળે ફાંસો ખાઇને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતની જાણ થતા તેમને તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર અર્થે અન્ય ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં હાલ તેઓ સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

તપાસ સોંપવામાં આવી

આ મામલે માયાબેનના પતિએ વડું પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ નોંધી છે. અને સમગ્ર મામલે વધુ તપાસ સોંપવામાં આવી છે. હાલ આ મામલાની તપાસ હેડ કોન્સ્ટેબલ પ્રવિણકુમાર ગીરજાશંકર કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો -- VADODARA : ગોલ્ડન ટેમ્પલમાં યોગ કરનાર ઇન્ફ્લૂએન્ઝર સામે ફરિયાદ, હાથ જોડી માંગી માફી

Tags :
Advertisement

.

×