Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે

VADODARA  Mobile market: વડોદરા (VADODARA) શહેરના જૂના મોબાઇલ માર્કેટ (Mobile market) મરી માતાના ખાંચામાં પાલિકા (VMC) ની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. હાલ પાલિકાની બે ટીમો આ સરવેની કામગીરીમાં જોડાઇ છે. અને દુકાનદારો પાસે જરૂરી લાયસન્સ-સર્ટિફીકેટ છે કે...
vadodara   શહેરના જૂના મોબાઇલ માર્કેટમાં પાલિકાનો સરવે
Advertisement

VADODARA  Mobile market: વડોદરા (VADODARA) શહેરના જૂના મોબાઇલ માર્કેટ (Mobile market) મરી માતાના ખાંચામાં પાલિકા (VMC) ની ટીમ દ્વારા સરવે હાથ ધરવામાં આવ્યો છે. હાલ પાલિકાની બે ટીમો આ સરવેની કામગીરીમાં જોડાઇ છે. અને દુકાનદારો પાસે જરૂરી લાયસન્સ-સર્ટિફીકેટ છે કે નહિ તેની ચાકાસણી કરી વિગતો એકત્ર કરવામાં આવી રહી છે.  Mobile market માં જે દુકાનદારો પાસે જરૂરી કાગળીયા નહિ હોય તેની સામે ઉપલા અધિકારીની સુચના મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.

રવિવારે દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો એકત્ર થયા હતા

વડોદરા (VADODARA) ના મરીમાતાના ખાંચામાં વર્ષોથી મોબાઇલ માર્કેટ ધમધમી રહ્યું છે. હવે તે વિસ્તારની ઓળખ પણ બની ગયું છે. અહિંયા મોબાઇલ ખરીદ, વેચાણ અને રીપેરીંગની અસંખ્ય દુકાનો આવેલી છે. આ દુકાનોના રસ્તાઓ વાહનોના પાર્કિંગને લઇને સાંકડા બની જતા સ્થાનિકો માટે એક પ્રકારે માથાનો દુખાવો પણ બન્યા છે. તાજેતરમાં જ રવિવારે મોબાઇલની દુકાનો ચાલુ રાખવામાં આવતા સ્થાનિકો એકત્ર થયા હતા. અને રવિવારે દુકાનો બંધ કરાવી, આ દિવસે રજા રાખવાનો તેમણે આગ્રહ કર્યો હતો. આ ઘટનાને થોડોક સમય વિત્યા બાદ આજે પાલિકાની ટીમો દ્વારા વિસ્તારમાં સરવે હાથ ધરવામાં આવી રહ્યો છે.

Advertisement

માહિતીને એકત્ર કરવામાં આવી

સરવેમાં પાલિકાની બે ટીમો જોડાઇ છે. પાલિકાની ટીમ દ્વારા દુકાનદારો પાસે જરૂરી સર્ટિફીકેટ-લાયન્સની યાદી છે. પાલિકાની ટીમ અલગ અલગ દુકાનોમાં જઇને સંચાલકો પાસેથી વિવિધ કાગળીયા છે કે કેમ તેની ખરાઇ કરી રહી છે. અને તમામ માહિતીને એકત્ર કરવામાં આવી રહી છે. જે સંચાલકો પાસે જરૂરી કાગળીયા ન હોય તેમની સામે આગામી સમયમાં કાર્યવાહી થઇ શકે છે.

Advertisement

ઉપલા અધિકારીની સુચના પ્રમાણે કાર્યવાહી

પાલિકાના અધિકારી જણાવે છે કે, અમે સરવે કરી રહ્યા છીએ. સરવેમાં દુકાનદાર દ્વારા ગુમાસ્તા ધારાનું સર્ટિફીકેટ અને વ્યવસાય વેરો લીધેલો છે કે નહિ તેની ચકાસણી કરી રહ્યા છીએ. દુકાનદાર દ્વારા જે કોઇ સર્ટિફીકેટ બતાવવામાં આવે છે, તેની સામે અમારી પાસે રહેલા લિસ્ટમાં તેને ટીક મારી રહ્યા છીએ. જે દુકાનદાર પાસે જરૂરી ડોક્યુમેન્ટ્સ નહિ હોય તેની સામે ઉપલા અધિકારીની સુચના પ્રમાણે કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પાલિકાની બે ટીમો દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો --VADODARA : વિતેલા બે વર્ષમાં બેંકોમાંથી રૂ. 20 થી લઇ રૂ. 2000 સુધીની 1110 નકલી નોટો પકડાઇ

Tags :
Advertisement

.

×