Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : આજે 'ઇન્ટરનેશનલ મેરેથોન'નું આયોજન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને કરી આ અપીલ

વડોદરા (Vadodara) ખાતે આજે એટલે કે 7 જાન્યુઆરી, 2024ના રોજ 'ઇન્ટરનેશનલ મેરેથોન'નું (International Marathon) આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરીને મેરેથોનની...
vadodara   આજે  ઇન્ટરનેશનલ મેરેથોન નું આયોજન  ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ યુવાનોને કરી આ અપીલ
Advertisement

વડોદરા (Vadodara) ખાતે આજે એટલે કે 7 જાન્યુઆરી, 2024ના રોજ 'ઇન્ટરનેશનલ મેરેથોન'નું (International Marathon) આયોજન કરવામાં આવ્યું છે. ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ (Home Minister Harsh Sanghvi) પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા ફ્લેગ ઓફ કરીને મેરેથોનની શરૂઆત કરવામાં આવી હતી. માહિતી અનુસાર, આ મેરેથોનમાં દેશ-દુનિયાના અંદાજે 1.34 લાખ જેટલા દોડવીરોએ ભાગ લીધો છે.

આજે વડોદરામાં (Vadodara) 'ઇન્ટરનેશનલ મેરેથોન'નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghvi) ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ફ્લેગ ઓફ કરીને આ મેરેથોન દોડની શરૂઆત કરાવી હતી. દરમિયાન તેમણે કહ્યું હતું કે, વડોદરામાં યુવાન કે યુવતી ડ્રગ્સ ન લે તેવો સંકલ્પ લેવો જોઈએ. તેમણે યુવાનોને કહ્યું હતું કે, આપણે ડ્રગ્સમાં ક્રાઈમ પાર્ટનર ન બનવા જોઈએ. આ સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડોદરાના સફાઈ સેવકોનો પણ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભવિષ્યમાં સ્વચ્છતાના ધોરણે સમગ્ર દેશમાં ગુજરાતના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત શહેરને નંબર 1 પર લઈ જવાના છે.

Advertisement

Advertisement

શહેરના નવલખી મેદાનથી શરૂઆત

જણાવી દઈએ કે, વડોદરામાં (Vadodara) આજે હાઇવેથી શહેરમાં આવીએ એટલે વહેલી સવારમાં લોકો આ મેરેથોનમાં (International Marathon) જોવા મળ્યા હતા. લોકો મોટી સંખ્યામાં વહેલી સવારે મેરેથોનમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લોકોને અપીલ કરી હતી કે, નાસ્તો, પાણીની બોટલ કે અન્ય કચરો મેરેથોનમાં દોડનારા લોકોએ ન ફેંકવા. આ મેરેથોનમાં શહેરના નવલખી મેદાનથી (Navlakhi Maidan) લાખો લોકોએ દોડ શરૂ કરી હતી. 41, 21, 10 અને 5 કિમી, પ્લેજ રન અને દિવ્યાંગ રનનું પણ આયોજન કરવામાં આવ્યું છે. માહિતી અનુસાર, તેજલ અમીન અને સમગ્ર ટીમે સતત 11મા વર્ષે આ મેરેથોનનું આયોજન કર્યું છે. મેરેથોન દોડમાં મેયર, સાંસદ, ધારાસભ્યો, વિધાનસભાના દંડક પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચો - રાજકોટમાં સુપ્રીમકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિના હસ્તે કરાયું ન્યાય મંદિરનું ઉદ્ઘાટન

Tags :
Advertisement

.

×