Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : "ફરી લાગ આવશે તો....જાનથી મારી નાંખીશ"

VADODARA : વડોદરામાં મુવી થિયેટરમાંથી બહાર નિકળતા જ મારામારીનો ફિલ્મી સીન સર્જાયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલા અને તેના બોસ પર પતિ સહિત અન્ય તુટી પડ્યા હતા. લોકો એકત્ર થઇ જતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેમાં ચાર...
vadodara    ફરી લાગ આવશે તો    જાનથી મારી નાંખીશ
Advertisement

VADODARA : વડોદરામાં મુવી થિયેટરમાંથી બહાર નિકળતા જ મારામારીનો ફિલ્મી સીન સર્જાયાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં મહિલા અને તેના બોસ પર પતિ સહિત અન્ય તુટી પડ્યા હતા. લોકો એકત્ર થઇ જતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. જેમાં ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

ઝઘડાથી ત્રાસી જઇ કોમલ અન્યત્રે રહેવા ગઇ

ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં કોમલ (નામ બદલ્યું છે) જણાવે છે કે, તેઓ ખેડા જિલ્લાના છે, અને વડોદરામાં આવેલી ખાનગી કંપનીમાં એકાઉન્ટ વિભાગમાં કામ કરે છે. વર્ષ 2019 માં તેમના લગ્ન વડોદરાના સુરેશ (નામ બદલ્યું છે) સાથે થાય છે. છેલ્લા ત્રણ વર્ષથી પતિ સુરેશ કામ ધંધે જતા નથી. પત્ની કોમલ જવાનું કહે તો તેના પર વ્હેમ રાખીને ઝઘડો કરે છે. લગ્ન જીવન દરમિયાન દંપતિને એક સંતાન છે. દંપતિ વચ્ચે અવાર નવાર ઝઘડાથી ત્રાસી જઇ કોમલ અન્યત્રે રહેવા જતી રહે છે. તેવામાં તે પતિ જોડે છુટાછેડા માંગે છે. અને એક મહિના પહેલા તેણે સંતાન પતિને સોંપી દીધું છે.

Advertisement

આજે તો બચી ગઇ

દરમિયાન તાજેતરમાં કોમલ પિતાના ઘરેથી નિકળીને વડોદરામાં નોકરીના સ્થળે આવે છે. ત્યાંથી પોતાના બોસ સાથે શહેરમાં આવેલા મુવી થિયેટરમાં ફિલ્મ જોવા માટે જાય છે. અને ત્યાંથી બપોરે પરત ફરતા મોલ બહાર પતિ સહિત અન્ય એકત્ર થઇ જાય છે. અને કોમલ તથા તેના બોસ પર તુટી પડે છે. પતિ કોમલને મા મારીને ધમકી આપે છે. આજે તો બચી ગઇ, પણ ફરી વાર લાગ આવશે તો હું તમે જાનથી મારી નાંખીશ. જે બાદ સમગ્ર મામલે પોલીસને બોલાવવામાં આવે છે. તે પછી મામલો ગોત્રી પોલીસ મથક પહોંચે છે. જ્યાં ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : “બિસ્તરા પોટલા તૈયાર છે, નિકળી જા”, ધમકાવતી વહુને અભયમે અટકાવી

Tags :
Advertisement

.

×