Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : પેટ્રોલ પંપ પર હોર્ન મારવા બાબતે ટોકતા મારામારી

VADODARA : વડોદરાના ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION) વિસ્તારમાં પંપ પર એક્ટીવામાં પેટ્રોલ ભરાવતી વેળાએ પાછળથી અજાણ્યો ઇસમ બાઇક પર આવી લાઇનમાં લાગ્યો હતો. અને તે હોર્ન મારી રહ્યો હતો. જેને લઇને તેનો હોર્ન મારવા અંગે ટોકતા પેટ્રોલ પંપ...
vadodara   પેટ્રોલ પંપ પર હોર્ન મારવા બાબતે ટોકતા મારામારી
Advertisement

VADODARA : વડોદરાના ગોરવા પોલીસ મથક (GORWA POLICE STATION) વિસ્તારમાં પંપ પર એક્ટીવામાં પેટ્રોલ ભરાવતી વેળાએ પાછળથી અજાણ્યો ઇસમ બાઇક પર આવી લાઇનમાં લાગ્યો હતો. અને તે હોર્ન મારી રહ્યો હતો. જેને લઇને તેનો હોર્ન મારવા અંગે ટોકતા પેટ્રોલ પંપ (PETROL PUMP) પર જ મારામારી થઇ હતી. એક તબક્કે 9 જેટલા શખ્સોએ એક્ટીવા ચાલક પર તુટી પડ્યા હતા. આખરે ઉપરોક્ત મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા 9 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

થોડી રાહ જુઓ મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે

રાત્રે અગિયાર વાગ્યે સુભાનપુરા વિસ્તારમાં આવેલા પેટ્રોલ પંપ પર ફરિયાદી સંજય રાજુભાઇ રાજપુત (રહે. નર્મદાનગર, દિવાળીપુરા) એક્ટીવામાં પેટ્રોલ ભરાવવા માટે ઉભા હતા. તે વખતે પાછળથી આવેલો બાઇક ચાલક વારંવાર હોર્ન મારતો હતો. જેથી તેને કહ્યું કે, ભાઇ હોર્ન શું કામ વગાડે છે, થોડી રાહ જુઓ મારી ગાડીમાં પેટ્રોલ ભરાય છે. તેમ કહેતા જ તે ઉશ્કેરાઇ ગયો હતો. અને તેણે ગમે તેમ ગાળો બોલવાનું શરૂ કરી માર મારવાનું શરૂ કરી દીધું હતું. જે બાદ ફરિયાદીએ તેના મિત્ર સોનું ડાંડગે અને જિતેન્દ્રને ફોન કરીને બોલાવ્યા હતા.

Advertisement

ત્રણને પેટ્રોલ પંપ પર માર માર્યો

સામે બાઇક ચાલકે કોઇને ફન કરતા 10 જેટલા યુવકોએ આવીને ત્રણને પેટ્રોલ પંપ પર માર માર્યો હતો. જે અંગે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. જે બાદ પોલીસે આરોપીઓને શોધવા માટે વિવિધ ટીમો બનાવી, સીસીટીવી અને હ્યુમન રિસોર્સ કામે લગાડ્યા હતા. જેના અંતે ગુનામાં સંડોવાયેલા 9 આરોપીઓની અટકાયત કરવામાં આવી છે.  જે બાદ તમામ સામે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Advertisement

આરોપીઓના નામ

  1. નિરવભાઇ જિતેન્દ્રભાઇ પરમાર
  2. સુરજ રમેશભાઇ પરમાર
  3. હિતેષભાઇ મદનભા માહોર
  4. મોહિત રાજુભાઇ મોચી
  5. ધ્રુવરાજ નગીનભાઇ મોચી
  6. કરણ સુનિલભાઇ પવાર
  7. ચેતનભાઇ તેજસિંગ માહોર
  8. કૃણાલ શૈલેષભાઇ પટેલ
  9. રોહિત અશોકભાઇ ઠાકોર (તમામ રહે. સંતોષનગર, સુભાનપુરા, વડોદરા)

આ પણ વાંચો -- VADODARA : 10 મતદાન મથકોનું સંપૂર્ણ સંચાલન દિવ્યાંગ કર્મીઓ કરશે

Tags :
Advertisement

.

×