Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા

અહેવાલ -રિપોર્ટર પીન્ટુ પટેલ ડભોઇ- વડોદરા  Vadodara : વડોદરા (Vadodara) ડભોઇ  પોલીસની (Police) હદમાં સ્ટેટ મોનિટરિંગના સેલ (State Monitoring Cell) રૂપિયા 3.87 વિદેશી દારૂ સાથે બે ઈસમની ઘર પકડ કરી છે જ્યારે 7 જેટલા ઈસમો વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી...
vadodara   ડભોઇ પોલીસ મથક હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડા
Advertisement

અહેવાલ -રિપોર્ટર પીન્ટુ પટેલ ડભોઇ- વડોદરા 

Vadodara : વડોદરા (Vadodara) ડભોઇ  પોલીસની (Police) હદમાં સ્ટેટ મોનિટરિંગના સેલ (State Monitoring Cell) રૂપિયા 3.87 વિદેશી દારૂ સાથે બે ઈસમની ઘર પકડ કરી છે જ્યારે 7 જેટલા ઈસમો વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જ્યારે દારૂના વેપલામાં ડભોઇ નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર બે ના કોર્પોરેટર હિતેશ ઉર્ફે મોન્ટુ પાટણવાડીયાનું નામ આવતા જ વડોદરા જીલ્લા ભાજપમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Advertisement

Advertisement

ડભોઇની હદ વેગા ગામની હદમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાની મળેલી બાતમીને ધ્યાને લઈને તારીખ ૩ અને ૪ માર્ચે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ડભોઇ નગરમાં સપાટો બોલાવ્યો હતો અને કડક કાર્યવાહી કરી હતી. જેમાં મોટી માત્રામાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બે વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી

State Monitoring Cell

આ ઘટનામાં સંડોવણી જણાતાં અન્ય સાત ઈસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતાં. આ જે સાત ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે તે પૈકી ડભોઇ નગર પાલિકામાં વોર્ડ નંબર -૨ માંથી ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂટણીમાં વિજય હાંસલ કરનાર હિતેશભાઈ ઉર્ફે મોન્ટુ પાટણવાડિયાની પણ સંડોવણી હોવાનું બાહર આવ્યું હતું. જેથી ભારતીય જનતા પાર્ટીની ઈમેજને મોટો ધક્કો પહોંચ્યો હોય તેવું જણાઈ આવતાં ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લાના પ્રમુખ સતિષભાઈ પટેલ નિશાળિયા એ તાત્કાલિક કડક પગલાં ભર્યા હતાં અને તેઓને પક્ષમાંથી છ વર્ષ માટે બરતરફ કર્યા હતાં. પક્ષ તરફથી કરાયેલી આ કડક કાર્યવાહીના પડઘા ડભોઈ નગર અને પાલિકાનાં રાજકારણમાં પડયાં હતાં. પક્ષ તરફથી તત્કાળ કાર્યવાહી હાથ ધરાતાં ડભોઇ નગરમાં પણ ભારે ચકચાર મચી જવા પામી હતી.

હાલ તો હિતેશભાઈ પાટણવાડીયાને ભારતીય જનતા પાર્ટીમાંથી છ વર્ષ માટે બરતરફ કરવામાં આવ્યાં છે.પરંતુ હવે રાજકીય તજજ્ઞોમાં ચાલતી ચર્ચાઓ મુજબ શું તેઓને આવનાર સમયમાં ડભોઇ નગરપાલિકાના સભ્ય પદ ઉપરથી પણ દૂર કરવામાં આવશે ? જેવા અનેક સવાલો રાજકીય તજજ્ઞોએ માંડી દીધાં છે. પણ હવે આગળ શું થાય છે એ તો આવનારનો સમય જ બતાવશે.

આ  પણ  વાંચો - Banaskantha : નવા નક્કોર પુસ્તકો પસ્તીમાં વેચી દેવાનું કૌભાંડ

આ  પણ  વાંચો - છત્રાલ GIDC ની સ્વાગત પ્રોડક્ટ પેઢીમાં રેડ, રૂ.79 લાખની કિંમતનો 16,000 કિગ્રા શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો

આ  પણ  વાંચો - Road Accident : નારોલમાં AMCના ડમ્પરે સર્જ્યો અકસ્માત,અકસ્માતમાં બાઈક ચાલકનું મોત

આ  પણ  વાંચો - Sabarkantha: ભૂતપૂર્વ પદાધિકારીઓએ લોકો પાસેથી લાખો રૂપિયા લઈ પોતાનાં જ સગાંઓની ભરતી કરી !

Tags :
Advertisement

.

×