Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કિંમતી લાલ ચંદનના વાવેલા છોડ ગાય-ભેંસ ચરી ગઇ

VADODARA : વડોદરા (VADODARA) પાસે મંજૂસર પોલીસ મથકની હદમાં ખેડુતે કિંમતી લાલ ચંદન (Red sandalwood) અને સાગના છોડ વાવ્યા હતા. જેની દેખરેખ માટે પાકી ફેન્સીંગ પણ લગાડવામાં આવી હતી. ત્યારે છોડની સ્થિતી જાણવા જતા ફેન્સીંગ કપાયેલી જોવા મળતા ખેડુત ચોંક્યા...
vadodara   કિંમતી લાલ ચંદનના વાવેલા છોડ ગાય ભેંસ ચરી ગઇ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) પાસે મંજૂસર પોલીસ મથકની હદમાં ખેડુતે કિંમતી લાલ ચંદન (Red sandalwood) અને સાગના છોડ વાવ્યા હતા. જેની દેખરેખ માટે પાકી ફેન્સીંગ પણ લગાડવામાં આવી હતી. ત્યારે છોડની સ્થિતી જાણવા જતા ફેન્સીંગ કપાયેલી જોવા મળતા ખેડુત ચોંક્યા હતા. અને અંદર જઇ જોતા 200 જેટલી ગાયો-ભેંસો ભેલાણ કરતી જોવા મળી હતી. આ અંગે રખેવાડને કહેતા તેણે ધમકી આપી હતી. આખરે ઉપરોક્ત મામલે મંજૂસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અને પોલીસે આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ ઢોરોને મારા ખેતરમાંથી કાઢો

મંજૂસર પોલીસ મથકમાં ચંદ્રકાંત લવજીભાઇ માંડકણા (ઉં. 49) (રહે. ચંપાબા ફાર્મ, છાણી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેઓ ખેતી અને વેપાર સાથે સંકાયેલા છે. અને આસોજ ખાતે આવેલી જમીનમાં લાલ ચંદન અને સાગનું વાવેતર કર્યું છે. 13, માર્ચે તેઓ બપપોરે ખેતરમાં ચક્કર મારવા જાય છે. ત્યારે ખેરતમાં 200 જેટલી ગાયો-ભેંસો ફેન્સીંગ તોડીને ભેલાણ કરતી નજરે પડે છે. અને લાલ ચંદન અને સાગના છોડને નુકશાન પહોંચે છે. જેથી પાસેના રબારીને કહ્યું કે, આ ઢોરોને મારા ખેતરમાંથી કાઢો, ભેલાઇ થઇ રહ્યું છે. કહેતા જ શંકરભાઇ રામસિંહ ભાઇ રબારી, હીરાભાઇ ખોડાભાઇ રબારી, નારાયણ દેવજીભાઇ રબારી, સત્યો ઉર્ફે સતિષભાઇ દેસાઇભાઇ રબારી બોલાચાલી કરીને ઝગડો શરૂ કરે છે.

Advertisement

તારાથી થાય તે કરી લેજે

રાજૂ મેલા રબારી અને અન્ય ધમકી આપે છે કે, તારાથી થાય તે કરી લેજે. જે બાદ મારી નાંખવાની ધમકી મળે છે. ડરના માર્યા કેઓ ફેન્સીંગ કુદી જાય છે. સાંજે ફરીથી ખેતરમાં જઇ જોતા લાલ ચંદન અને સાગના છોડનું રૂ. 2.10 લાખનું નુકશાન થયાનું ધ્યાને આવે છે.

Advertisement

આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ

આખરે શંકરભાઇ રામસિંહ રબારી, હીરાભાઇ ખોડાભાઇ રબારી, નારાયણ દેવજીભાઇ રબારી અને સત્યો ઉર્ફે સતિષભાઇ દેવજીભાઇ રબારી (તમામ રહે. સોખડા) સામે મંજૂસર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવા પામી છે. અને પોલીસે ચારેય આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો --GODHRA : અંતરિયાળ વિસ્તારના ખેડૂતો સ્ટ્રોબેરીની ખેતી તરફ વળ્યા

Tags :
Advertisement

.

×