Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળ નજીક આગનું છમકલુ

VADODARA : વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર - 7 નજીક બુલેટ ટ્રેનની (BULLET TRAIN - VADODARA) કામગીરી ચાલી રહી છે. તેની બાજુમાં આજે બપોરના સમયે આગના છમકલાની ઘટના સામે આવી છે. ધુમાડા નિકળતા હોવાથી અને કંઇક સળગી રહ્યું હોવાની ગંધ...
vadodara   બુલેટ ટ્રેનના બાંધકામ સ્થળ નજીક આગનું છમકલુ
Advertisement

VADODARA : વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર - 7 નજીક બુલેટ ટ્રેનની (BULLET TRAIN - VADODARA) કામગીરી ચાલી રહી છે. તેની બાજુમાં આજે બપોરના સમયે આગના છમકલાની ઘટના સામે આવી છે. ધુમાડા નિકળતા હોવાથી અને કંઇક સળગી રહ્યું હોવાની ગંધ આવતા લોકોનું ધ્યાન આગ તરફ ગયું હતું. આ ઘટના અંગે જાણ થતા ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. તેમાં ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો.

આગ ધીરે ધીરે પ્રસરી

સમગ્ર ઘટનાને લઇને પ્રાપ્ત પ્રાથમિક વિગતો અનુસાર, વડોદરાના રેલવે સ્ટેશનના પ્લેટ ફોર્મ નંબર - 7 નજીક બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. દરમિયાન આજે બપોરના સમયે અહિંયા સુકા કચરાઓથી ઘેરાયેલા રેલવેના પાટા નજીક આગનું છમકલું થયું હતું. સુકુ ઘાસ આવ્યું હોવાથી આગ ધીરે ધીરે પ્રસરી રહી હતી. પાસે જ બુલેટ ટ્રેનના પ્લોટફોર્મના બાંધકામની કામગીરી ચાલી રહી છે. તેવામાં નજીકમાં ધુમાડા નિકળતા હોવાથી અને કંઇક સળગી રહ્યું હોવાની ગંધ આવતા લોકોનું ધ્યાન આગ તરફ ગયું હતું. આ ઘટનામાં વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરાતા તાત્કાલિક લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા હતા.

Advertisement

આગને લઇને ઉત્સુકતા જાગી

લાશ્કરોએ ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો ચલાવ્યો હતો. જેમાં ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવામાં સફળતા મળી હતી. ઘટનાને પગલે બુટેલ ટ્રેનની કામગીરી સાથે સંકળાયેલા લોકોમાં આગને લઇને ઉત્સુકતા જાગી હતી. જો કે, ફાયરના લાશ્કરોએ સ્થિતી કાબુમાં લેતા સૌ કોઇએ રાહત અનુભવી હતી.

Advertisement

ઘટનાઓનું પુનરાવર્તન અટકાવો

અત્રે નોંધનીય છે કે, વડોદરામાં રેલવે સ્ટેશન નજીક અગાઉ પણ આગની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન થતું અટકાવવા માટે રેલવે સત્તાધીશો દ્વારા યોગ્ય કાર્યવાહી હાથ ધરવી જોઇએ તેવી લોક માંગ ઉઠવા પામી છે. હવે આ મામલે આગળ કોઇ કામગીરી રેલવે તંત્ર કરે છે કે નહિ તે જોવું રહ્યું.

આ પણ વાંચો -- VADODARA : ઓરેન્જ એલર્ટ વચ્ચે ગરમી “જીવલેણ” બની

Tags :
Advertisement

.

×