VADODARA : "....આ લોકોને બેસવા નહિ દઉં", વિજ કંપનીથી ત્રસ્ત લોકોની મદદે કોર્પોરેટર
VADODARA : વડોદરાના અકોટા સબ ડિવીઝનની વિજ કચેરીએ મુજમહુડામાં રહેતા રહીશો પહોંચ્યા છે. હાથમાં પ્લેકાર્ડ લઇને કચેરીપર સુત્રોચ્ચાર કરવામાં આવી રહ્યો છે. સ્થાનિકોની એક જ માંગ છે કે, જૂનુ મીટર પાછું આપો. વડોદરામાં સ્માર્ટ વિજ મીટરને લઇને શરૂ થયેલો વિવાદ (SMART ELECTRICITY METER CONTROVERSY) શમવાનું નામ નથી લઇ રહ્યો. આજે નવા વિસ્તારમાં લોકો પોતાની સમસ્યા લઇને સ્થાનિક વિજ કચેરીએ પહોંચ્યા છે. કોર્પોરેટર મનીષ પગારેએ કહ્યું કે, કોઇની પાસે જબરદસ્તી ઉઘરાણી કરવા આવે, તો તમારે કોર્પોરેટરને બોલાવવના. આપણે આટલા આવ્યા છીએ, તો ઉભી પુછડીએ નાસી ગયા છે.
90 ટકા લોકોના ઘરે સ્માર્ટ વિજ મીટર મુક્યા
આજે મુજમહુડા ગામમાં રહેતા લોકો સ્માર્ટ વિજ મીટર સામે મોચરો ખોલીને અકોટા વિજ કચેરીએ પહોંચ્યા છે. સાથે હાથમાં પ્લેકાર્ડ રાખ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે કે, જીવો અને જીવવા દો, લુંટફાટ બંધ કરો. જૂનુ મીટર પાછું આપો. વિરોધ કરનાર સ્થાનિક જણાવે છે કે, પહેલા રૂ. 7 હજાર બે મહિનાનું બીલ આવતું હતું. આજે 15 દિવસનું રૂ. 7 હજાર બીલ આવી રહ્યું છે. મારા સાથીનું એક દિવસનું રૂ. 1600 બિલ આવ્યું છે. સ્માર્ટ મીટર, સ્માર્ટ લોકોને આપી દો. અમે મુજમહુડા ગામમાંથી આવ્યા છીએ. અમારે ત્યાં 90 ટકા લોકોના ઘરે સ્માર્ટ વિજ મીટર મુક્યા છે. આ લોકોના મોનોપોલી જુઓ ઝુપડપટ્ટીમાં પહેલા લગાવ્યા, તેમને સોસાયટીઓ કેમ ન દેખાયું, તેમને કરોડોના બંગ્લા કેમ નથી દેખાયા. ચૂંટણીના એક દિવસ પહેલા મીટર મુકીને અમને સ્માર્ટ કરી દીધા. અમારી દશા અનસ્માર્ટ થઇ ગઇ છે.
અડધી રાત્રે લાઇટો જતી રહે છે
મહિલાઓ સર્વે જણાવે છે કે, અમારૂ સાદુ મીટર પાછું આપો, અમારે સ્માર્ટ મીટર નથી જોઇતું. અમે ગરીબ માણસો છીએ. અમારે મહેનત કરીને ખાવાનું છે. તમારી જેમ સરકારી નોકરીઓ નથી અમારી પાસે. અમારા પૈસે તમે રાજ કરો છે. અમારી પાસે ખાવાના પૈસા નથી. અમે મજૂરી કરીએ છીએ, અમે ઘરે વાસણો માંજવા જઇએ છીએ. આટલા પૈસા ક્યાંથી લઇને આવે. એક દિવસના રૂ. 2 હજાર બીલ આવે છે, પૈસા ક્યાંથી લાવીએ. અડધી રાત્રે લાઇટો જતી રહે છે. ઘરમાં સિનીટર સીટીઝન રહે છે, તેમને કંઇ થયું ગયું તો જવાબદાર કોણ !
રોજ ફોલ્ટ બતાવે છે
આ તકે લોકોની વ્હારે પહોંચેલા ભાજપના વોર્ડ - 12 ના કોર્પોરેટર મનીષ પગારેએ કહ્યું કે, કોઇની પાસે જબરદસ્તી ઉઘરાણી કરવા આવે, તો તમારે કોર્પોરેટરને બોલાવવના. આપણે આટલા આવ્યા છીએ, તો ઉભી પુછડીએ નાસી ગયા છે. તે શું લેવા આપણા મહોલ્લા-ગલીમાં આવે, જેનુ કપાઇ ગયું હોય મારો સંપર્ક કરો, તાત્કાલિક ચાલુ કરાવી દઇશ. નહિ તો આ લોકોને બેસવા નહિ દઉં. આપણે કાયદો હાથમાં લેવાય નહિ. આપણે જે લડાઇ લડવાની છે, તેનું પરિણામ જોઇએ. પરિણામ વગરની લડાઇ ક્યારેય કામમાં આવતી નથી. તમારૂ લાઇટબીલ કાપે, કોઇ માઇનો લાલ અહિંયાથી આવાની જબરદસ્તી કરે, મારો સંપર્ક કરવાનો. આજે કોઇ નિર્ણય નહિ આવે આપણે કાલે ફરી ભેગા થઇશું. રાત્રે કોઇને ત્યાં લાઇટો જાય તો મને ફોન કરો. પહેલા આટલી લાઇટો ન્હોતી જતી, હવે રોજ લાઇટો જાય છે. રોજ ફોલ્ટ બતાવે છે.
આ પણ વાંચો -- VADODARA : મીટરમાં આગ બાદ પાંચ દિવસથી લોકો વીજળીથી વંચિત



