Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખૌફ ઉભો કરનારા તત્વોએ પોલીસ મથકમાં હાથ જોડ્યા

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ બનાવ સંદર્ભેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્ય હતો. જો કે, વીડિયો...
vadodara   ખૌફ ઉભો કરનારા તત્વોએ પોલીસ મથકમાં હાથ જોડ્યા
Advertisement

VADODARA : તાજેતરમાં વડોદરા (VADODARA) ના માંજલપુર વિસ્તારમાં અલવાનાકા પાસે બે જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જે મામલે સામસામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ બનાવ સંદર્ભેનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્ય હતો. જો કે, વીડિયો એક માસ જુનો હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. આ મામલાની તપાસ દરમિયાન પોલીસે ત્રણ શખ્સોની અટકાયત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. દરમિયાન વીડિયોમાં ટપોરીગીરી કરનારા તત્વો પોલીસ મથકમાં હાથ જોડીને બેઠેલા જોવા મળ્યા હતા. આ મામલે વધુ લોકોની અટકાયત થઇ શકે છે, તેવું પોલીસ સુત્રોનું જણાવવું છે.

સામસામે ફરિયાદ દાખલ થઇ

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલવા મનહરનગર, કોતરતલાવડી, અલવાનાકા ખાતે 27, જુનના રોજ રાત્રે 11 વાગ્યાના આરસામાં બે જુથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી હતી. જે મામલે બંને વિરૂદ્ધ સામસામે ફરિયાદ દાખલ થઇ હતી. આ બનાવ સંદર્ભે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થવા પામ્યો હતો. જે જોતા તે વીડિયો એક માસ પહેલાનો હોવાનું ધ્યાને આવ્યું હતું.

Advertisement

ત્રણની અટકાયત કરવામાં આવી

આ ઘટનામાં સંડોવાયેલા શખ્સો સામે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. દરમિયાન અક્ષય મગનભાઇ રાઠવા (ઉં. 19) રહે. તુલજાનગર, અલવાનાકા, માંજલપુર, ઇશ્વરભાઇ ઉર્ફે ભૂરિયો ભાણાભાઇ બારોટ (ઉં. 19) (રહે. સોમનાથ નગર, અલવાનાકા) અને નામદેવ ક્રિષ્ણા મોરે (ઉં. 33) (રહે. સત્યમ નગર, સમા) ની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : ભૂમાફિયાઓનું કારસ્તાન, મુળ માલિકને જમીન વેચવા જતા ભાંડો ફૂટ્યો

Tags :
Advertisement

.

×