Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SOG પોલીસનું ડોગ સ્કવોર્ડ સાથે મોલમાં ચેકીંગ

VADODARA : વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (VADODARA - SOG) દ્વારા મોલમાં ડોગ સ્કવોર્ડને (DOG SQUARD) સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેને લઇને મોલમાં આવેલા મુલાકાતીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું....
vadodara   sog પોલીસનું ડોગ સ્કવોર્ડ સાથે મોલમાં ચેકીંગ
Advertisement

VADODARA : વડોદરામાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (VADODARA - SOG) દ્વારા મોલમાં ડોગ સ્કવોર્ડને (DOG SQUARD) સાથે રાખીને ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેને લઇને મોલમાં આવેલા મુલાકાતીઓમાં ઉત્સુકતા જોવા મળી હતી. શહેરના ગોરવા વિસ્તારમાં આવેલા મોલમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સાથે મોલ એડમિનીસ્ટ્રેશનની તૈયારીઓની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. અધિકારી દ્વારા આ ચેકીંગને રૂટીમ ગણાવવામાં આવ્યું હતું.

ચકાસણી હાથ ધરવામાં આવી

વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની સાથે જ લોકોની સુરક્ષાને ધ્યાને રાખીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. તાજેતરમાં એસઓજીની ટીમ દ્વારા વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલા ઇન ઓર્બિટ મોલમાં ચકાસણી હાથ ધરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સમયે ડોગ સ્કવોર્ડને પણ સાથે રાખવામાં આવી હતી. જેને લઇને મોલના મુલાકાતીઓમાં એક તબક્કે ઉત્સુકતા જોવા મળી હતી.

Advertisement

સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો

એસઓજીના જવાનો દ્વારા મોલનું સઘન ચેકીંગ કર્યા બાદ મોલ એડમિનીસ્ટ્રેશન પાસે જરૂરી કાગળીયાઓ છે કે નહિ, કોઇ અકસ્માત વેળાએ પહોંચી વળવા તેઓ કેટલા સજ્જ છે, આ વાતની પૂર્તતા કરતા સવાલો કર્યા હતા, અને વિગતવાર માહિતી મેળવી હતી. આ કાર્યવાહી અંદાજીક કલાકો સુધી ચાલી હતી. એસઓજીના જવાનો દ્વારા કામગીરી પૂર્ણ થયે મોલની સુરક્ષામાં સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. શરૂઆતથી લઇને અંત સુધી મોલ એડમિનીસ્ટ્રેશનના કી પર્સન એસઓજી પોલીસ સાથે કો ઓર્ડિનેશન કરતા રહ્યા હતા.

Advertisement

અન્ય મોલમાં પણ તપાસ થશે

મોલમાં ચેકીંગ બાદ એસઓજી પોલીસ અને મોલ એડમિનીસ્ટ્રેશન બંને દ્વારા રૂટીન ચેકીંગ હોવાનું મીડિયાને જણાવવામાં આવ્યું હતું. એસઓજી દ્વારા તપાસના અંતે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુત્રો જણાવી રહ્યા છે કે, આ રીતે આવનાર સમયમાં અન્ય મોલમાં પણ એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો -- VADODARA : MSU માં સ્થાનિક વિદ્યાર્થીઓના પ્રવેશ બાબતે મોટો નિર્ણય લેવાના સંકેતો

Tags :
Advertisement

.

×