Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સોખડાના હરિપ્રબોધમ જૂથની વિદેશમાં જીત

VADODARA : વડોદરાના સોખડા હરિધામ (HARIDHAM - SOKHDA) મંદિરના હરિપ્રદાસ સ્વામીના દેહાંત બાદ બે જુથ વચ્ચે આદ્યાત્મિક વરસાને લઇને વિવાદ થયો હતો. જે અંગે રાજ્યની કોર્ટમાં પણ પીટીશન દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સંસ્થાની વિદેશમાં આવેલી સંપત્તિના સંચાલન, વહીવટ તથા...
vadodara   સોખડાના હરિપ્રબોધમ જૂથની વિદેશમાં જીત
Advertisement

VADODARA : વડોદરાના સોખડા હરિધામ (HARIDHAM - SOKHDA) મંદિરના હરિપ્રદાસ સ્વામીના દેહાંત બાદ બે જુથ વચ્ચે આદ્યાત્મિક વરસાને લઇને વિવાદ થયો હતો. જે અંગે રાજ્યની કોર્ટમાં પણ પીટીશન દાખલ કરવામાં આવી હતી. તાજેતરમાં સંસ્થાની વિદેશમાં આવેલી સંપત્તિના સંચાલન, વહીવટ તથા સત્સંગ કેન્દ્રને લઇને સ્થાનિક કોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. જેમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે સોખડાના હરિપ્રબોધમ (HARI PRABODHAM) જૂથની તરફેણમાં ચુકાદો આપ્યો છે. જેને હરિપ્રબોધમ જૂથની વિદેશમાં જીત તરીકે માનવામાં આવી રહ્યું છે.

આ વિવાદ માત્ર રાજ્ય પુરતો જ ન્હતો

સોખડા હરિધામ મંદિરના હરિપ્રસાદ સ્વામીજીનું જુલાઇ - 2021 માં દેહાંત થયું હતું. તેમના દેહાંત બાદ યોગી ડિવાઇન સોસાયટીના નેતા હેઠળના આદ્યાત્મિક વારસાને લઇને બે જૂથ પ્રેમ સ્વરૂપસ્વામી જૂથ અને હરિપ્રબોધમ જૂથ વચ્ચે વિવાદ શરૂ થયો હતો. જેને લઇને રાજ્યની કોર્ટમાં પીટીશન પણ ફાઇલ કરવામાં આવી હતી. જો કે, આ વિવાદ માત્ર રાજ્ય પુરતો જ ન્હતો. સુત્રોના જણાવ્યા પ્રમાણે, સંસ્થાની ન્યુઝીલેન્ડ ખાતે આવેલી સંપત્તિના સંચાલન, વહીવટ અને સત્સંગ કેન્દ્રના વારસાને લઇને પણ ખેંચતાણ હતી. જે બાદ મામલે ન્યુઝીલેન્ટની હાઇકોર્ટમાં પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. આશરે સવા બે વર્ષ પહેલા પીટીશન ફાઇલ કરવામાં આવી હતી. જેનો ચુકાદો તાજેતરમાં આવ્યો છે. આ પીટીશન પ્રેમ સ્વરૂપસ્વામી જૂથ દ્વારા દાખલ કરવામાં આવી હતી.

Advertisement

જવાબદારી હરિપ્રબોધમ પરિવાર સંભાળશે

કોર્ટે બંને પક્ષોની દલીલો, બંને પક્ષો દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓ અને તેના મુલ્યાંકનોના આધારે હરિ પ્રબોધમ જૂથની તરફેણાં ચૂકાદો આપ્યો હતો. જેને હરિપ્રબોધમ જૂથની વિદેશમાં મોટી જીત તરીકે માનવામાં આવી રહ્યું છે. ચુકાદાને પગલે ન્યુઝીલેન્ડમાં યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી હરિપ્રબોધમ પરિવાર સંભાળશે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : લોકસભાના બેઠકના BJP ના ઉમેદવારને PM MODI નો પત્ર

Tags :
Advertisement

.

×