Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : શહેરના મહિલા PSI ના નામે ઐતિહાસીક રેકોર્ડ

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) ના સ્પેશિયલ બ્રાન્ચ (SPECIAL BRANCH) માં ફરજ બજાવતા PSI સીયા જે તોમરે તમીલનાડુમાં આયોજિત શુટીંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ત્રણ મેડલ જીત્યા છે. આ સ્પર્ધામાં વ્યક્તિગત રીતે તેમણે બે ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ...
vadodara   શહેરના મહિલા psi ના નામે ઐતિહાસીક રેકોર્ડ
Advertisement

VADODARA : વડોદરા પોલીસ (VADODARA POLICE) ના સ્પેશિયલ બ્રાન્ચ (SPECIAL BRANCH) માં ફરજ બજાવતા PSI સીયા જે તોમરે તમીલનાડુમાં આયોજિત શુટીંગ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ત્રણ મેડલ જીત્યા છે. આ સ્પર્ધામાં વ્યક્તિગત રીતે તેમણે બે ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ જીતીને તેમણે નવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. ગુજરાત પોલીસ (GUJARAT POLICE) ના ઇતિહાસમાં સંભવિત પ્રથમ વખત કોઇએ વ્યક્તિગત રીતે આટલા મેડલ આ પ્રકારની સ્પર્ધામાં મેળવ્યા છે. PSI સીયા જે તોમરે સતત સપોર્ટ કરનાર આર્મ્સ યુનિયના ડીઆઇજી વિશાલ વાધેલાનો આભાર વ્યક્ત કર્યો છે. અને આ મેડલ મેળવ્યા બાત તેમણે રાજ્યના ડીજીપી વિકાસ સહાય સાથે પણ મુલાકાત કરી હતી.

Advertisement

ગુજરાત પોલીસના 15 શુટરોએ સ્પર્ધામાં ભાગ લીધો

તાજેતરમાં ઓલ ઇન્ડિયા પોલીસ ડ્યુટી મીટ (APDM) (સ્પેશિયલ ફોર્સ વુમન) - 2024 કમાન્ડો સ્કુલ ટ્રેઇનીંગ સેન્ટર, ઓથીવક્કમ, તમીલનાડું ખાતે તમીનાડું પોલસમાં મહિલાઓના સમાવેશને 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે શુટીંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તમામ રાજ્યોની પોલીસ અને પાર્લામેન્ટ્રી ફોર્સ ઓફ ઇન્ડિયા દ્વારા સ્પર્ધામાં ભાગ લેવામાં આવ્યો હતો. વડોદરામાંથી હાલ સ્પેશિયલ બ્રાન્ચના PSI સીયા જે તોમર સહિત ગુજરાત સ્ટેટ પોલીસના 15 જેટલા શુટરોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં સીયા જે PSI તોમરે અવ્વલ પરફોર્મન્સ આપીને 2 ગોલ્ડ મેડલ, અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

Advertisement

રાજ્યભરમાં જ નહી પરંતુ દેશભરમાં રોશન કર્યું

ઉપરોક્ત સ્પર્ધામાં ગુજરાત સ્ટેટ પોલીસને કુલ 4 મેડલ મળ્યા છે. જેમાં અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી હાઇએસ્ટ પરફોર્મન્સ કેટેગરીમાં વડોદરાની પીએસઆઇ સીયા જે તોમરે વ્યક્તિગત ખેલાડી તરીકે વધુ એવોર્ડ મેળવ્યો છે. સીયા જે તોમરે ત્રણ મેડલ મેળવીને વડોદરા પોલીસનું નામ રાજ્યભરમાં જ નહી પરંતુ દેશભરમાં રોશન કર્યું છે.

આ પણ વાંચો -- VADODARA : દોસ્તીનો કર્જ ચૂકવવા પૂર્વ મેયર મોડી સાંજે દોડી આવ્યા

Tags :
Advertisement

.

×