Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : SSG હોસ્પિટલમાં દર્દીને હાથ વડે પંખો નાંખવો પડે તેવી સ્થિતી

VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના ઇમરજન્સી વોર્ડમાં સગાએ દર્દીને પંખો નાંખવો પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેને લઇને એસએસજી હોસ્પિટલ ફરી...
vadodara   ssg હોસ્પિટલમાં દર્દીને હાથ વડે પંખો નાંખવો પડે તેવી સ્થિતી
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ની એસએસજી હોસ્પિટલ (SSG HOSPITAL - VADODARA) ના ઇમરજન્સી વોર્ડમાં સગાએ દર્દીને પંખો નાંખવો પડે તેવી સ્થિતી સર્જાઇ હોવાનું સપાટી પર આવ્યું છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. જેને લઇને એસએસજી હોસ્પિટલ ફરી એક વખત ચર્ચામાં આવી છે. તાજેતરમાં જ સ્વાસ્થ્ય સચિવ એસએસજી હોસ્પિટલની મુલાકાતે આવ્યા ત્યારે રંગરોગાન સહિત બધી સુવિધાઓ દુરસ્ત કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ સ્થિતી ઠેરની ઠેર જ જોવા મળી રહી છે.

તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું

વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલ આવેલી છે. હાલમાં એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીને તેના સગા દ્વારા પંખો નાંખવામાં આવતો હોવાનું સામે આવ્યું છે. તો બીજી તરફ ઇમરજન્સી રૂમની એસી-પંખા બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. હાલ ગરમી-બફારા વચ્ચે જ્યારે સારવાર લેતા દર્દીઓને ઠંડકની જરૂર હોય, ત્યારે સરકારી હોસ્પિટલમાં હવા નાંખવા માટે પંખો ઘરેથી લઇને આવવો પડે તેવી સ્થિતી જોવા મળી રહી છે. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવવા પામ્યા છે. જેને લઇને તરહ તરહની ચર્ચાઓએ સ્થાન લીધું છે.

Advertisement

દર્દીઓ અને સગાંએ ભોગવવાનો વારો આવ્યો

અત્રે ઉલ્લેખનીય છે કે, થોડાક સમય પહેલા એસએસજી હોસ્પિટલની મુલાકાતે રાજ્યના આરોગ્ય સચિવ આવ્યા હતા. તે દરમિયાન રંગરોગાન સહિત તમામ સુવિધાઓ દુરસ્ત કરી દેવામાં આવી હતી. જો કે, તેમની મુલાકાત બાદ સ્થિતી ઠેરની ઠેર જ હોવાનું સામે આવવા પામ્યું છે. જેના કારણે દર્દીઓ અને તેમના સગાંએ ભોગવવાનો વારો આવ્યો છે. હવે આ મામલો સપાટી પર આવ્યા બાદ તંત્ર દ્વારા કેટલા સમયમાં સુવિધાઓ દુરસ્ત કરવામાં આવે છે તે જોવું રહ્યું.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : વાઘોડિયા રોડ પર 10 ફૂટ મોટો ભુવો પડ્યો, ડ્રેનેજ લાઇન બેસી ગઇ

Tags :
Advertisement

.

×