Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : સુરતના હાઇ વોલ્ટેજ પોલીટીકલ ડ્રામાને લઇ શહેરમાં ઉત્તેજના વ્યાપી

VADODARA : સુરત લોકસભા (SURAT LOSABHA 2024) બેઠક પર 15 જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી સ્ક્રુટીની કરવામાં આવતા અનેક ફોર્મ રદ્દ થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ છે, ત્યારે સુરત બેઠકને લઇને સસ્પેન્સ...
vadodara   સુરતના હાઇ વોલ્ટેજ પોલીટીકલ ડ્રામાને લઇ શહેરમાં ઉત્તેજના વ્યાપી
Advertisement

VADODARA : સુરત લોકસભા (SURAT LOSABHA 2024) બેઠક પર 15 જેટલા ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. જે પૈકી સ્ક્રુટીની કરવામાં આવતા અનેક ફોર્મ રદ્દ થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવા માટેનો અંતિમ દિવસ છે, ત્યારે સુરત બેઠકને લઇને સસ્પેન્સ યથાવત છે. સુત્રોના જણાવ્યા અનુસાર, અપક્ષના 8 ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચવામાં આવનાર છે. તેવામાં બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી વડોદરામાં છુપાયા હોવાની આશંકાએ ઉત્તેજના વધારી દીધી છે.

પ્યારેલાલ ભારતી વડોદરામાં છુપાયા હોવાની આશંકા

Advertisement

ગુજરાતમાં લોકસભાની બેઠક પર ફોર્મ પરત ખેંચવા માટેનો આજે અંતિમ દિવસ છે. છેલ્લા 48 કલાકથી સુરત લોકસભા બેઠક પર જોરદાર પોલીટીકલ ડ્રામા ચાલી રહ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર, સુરતમાં લોકસભા બેઠક પર 15 જેટલા ઉમેરવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા હતા. તે પૈકી પ્રથમ સ્ક્રુટીનીમાં અનેકના ફોર્મ રદ્દ થયા હતા. અને માત્ર 9 ઉમેદવારોના ફોર્મ જ માન્ય રાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું છે. સુત્રો જણાવી રહ્યા છે કે, આજે ફોર્મ ખેંચવાનો અંતિમ દિવસ છે ત્યારે 8 અપક્ષ ઉમેદવારો ફોર્મ પરત ખેંચનાર છે. તેવામાં બસપાના ઉમેદવાર પ્યારેલાલ ભારતી વડોદરામાં છુપાયા હોવાની આશંકાએ રાજકીય ઉત્તેજના વધારી દીધી છે.

Advertisement

કંટ્રોલ રૂમ વર્ધી મળતા ટીમ અહિંયા તપાસ કરવા આવી

સુરત લોકસભા બેઠકના બસપા ઉમેદવાર વડોદરાના સમા વિસ્તારમાં આવેલા બપસાના અગ્રણી સુરેન્દ્રભાઇ કલારીયાના નિવાસ સ્થાને છુપાયા હોવાની આશંકાએ રાજકીય ગતિવિધિઓ તેજ કરી દીધી છે. ગત રાતથી વડોદરાના અગ્રણીના નિવાસ સ્થાને રાજકીટ પાર્ટીના નેતાઓને આંટાફેરા વધી ગયા હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. તો બીજી તરફ સ્થળ પર પહોંચેલા સમા પીઆઇ દ્વારા જણાવાયું છે કે, પ્રોહીબીશન અંગેની કંટ્રોલ રૂમ વર્ધી મળતા ટીમ અહિંયા તપાસ કરવા માટે આવી છે. રાજકીય ઘટનાને લઇ કોઇ જાણકારી નથી.

ઉપરથી આદેશ પ્રમાણે કામ કરી રહ્યા છે

કલારીયા પરિવારના સભ્ય મીડિયાને જણાવે છે કે, મારી દુકાનમાં ભાજપના 10 - 15 હોદ્દેદારો આવ્યા હતા. ત્યાંથી હું સમા રોડના નિવાસ સ્થાને આવ્યો. ત્યારે હોદ્દેદારો રાત્રે 3 વાગ્યા સુધી હતી. મારા બીજા ઘરે પણ દારૂ સંબંધિત કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરંતુ તેવું કંઇ નથી. આ લોકો ઉપરથી આદેશ પ્રમાણે કામ કરી રહ્યા છે. મારા પિતા સુરેન્દ્રભાઇ કલારીયા અમદાવાદ ઓફિસમાં છે. જે કંઇ થઇ રહ્યું છે તેની પાછળ રાજકારણ છે. તેમને લાગે છે કે સુરતનો ઉમેદવાર અહિંયા છુપાયેલો છે. જેને લઇને તેઓ તપાસ કરી રહ્યા છે.

આ પણ વાંચો -- VADODARA : ધો. 10 નો વિદ્યાર્થી ભણવા સિવાય બધા જ તમાશા કરતો

Tags :
Advertisement

.

×