Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : 'હરણી હત્યાકાંડ' ના પડઘા સુપ્રીમ કોર્ટમાં! ગુજરાત HC ના વકીલે અરજીમાં કરી આ માગ

વડોદરામાં (Vadodara) 'હરણી હત્યાકાંડ' મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. હરણી તળાવમાં 12 માસૂમ સહિત કુલ 14 લોકોના ડૂબવાના કારણે મોત થયા હતા, જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમમાં...
vadodara    હરણી હત્યાકાંડ  ના પડઘા સુપ્રીમ કોર્ટમાં  ગુજરાત hc ના વકીલે અરજીમાં કરી આ માગ
Advertisement

વડોદરામાં (Vadodara) 'હરણી હત્યાકાંડ' મામલે મોટા અપડેટ સામે આવ્યા છે. હરણી તળાવમાં 12 માસૂમ સહિત કુલ 14 લોકોના ડૂબવાના કારણે મોત થયા હતા, જેને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે.

વડોદરાના હરણી તળાવની હોનારતના (Harani Lake) પડઘા હવે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) પણ પડ્યા છે. માહિતી મુજબ, ગુજરાત હાઈકોર્ટના વકીલ ઉત્કર્ષ દવે (Utkarsh Dave) દ્વારા સુપ્રીમમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. આ અરજીમાં વડોદરા (Vadodara) કલેકટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સામે કાર્યવાહી કરવા માગ કરાઈ છે. સાથે જે પીડિત પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર વધુ વળતર આપે તેવી માગ કરવામાં આવી છે. વકીલ ઉત્કર્ષ દવે દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરેલી અરજીમાં વડોદરા મ્યુનિસિપલ તંત્ર, શાળાના આચાર્ય અને ટ્રસ્ટીની ઘોર બેદરકારીને કારણે માસૂમ બાળકોના જીવ ગયા હોવા આરોપ લગાવવામાં આવ્યા છે.

Advertisement

જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહીની માગ

વકીલની અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ કેસમાં એફઆઇઆર (FIR) તો નોંધવામાં આવી પરંતુ, તેમાં હજુ સુધી કોઈ અધિકારીના નામનો ઉલ્લેખ કરાયો નથી. આ દુર્ઘટના માટે જવાબદાર અધિકારી સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ કરાઈ છે. આ સાથે જ અરજીમાં માગ કરાઈ છે કે, એસઆઈટી (SIT) ની રચના કરવામાં આવી છે, તેમાં સુપ્રીમ કોર્ટના (Supreme Court) ન્યાયધીશ અથવા ગુજરાત હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ થાય. અરજીમાં સવાલ કરાયો છે કે, બોટ જર્જરિત હાલતમાં હતી તેમ જ બોટની કેપિસિટી કરતાં પણ વધુ બાળકોને બેસાડવામાં આવ્યા હતા, બોટની ચકાસણીની કામગીરી કોના હેઠળ હતી? ચકાસણી યોગ્ય સમયે થઈ હતી કે નહીં તે અંગે પણ સવાલ અરજીમાં ઊઠાવાયો છે.

Advertisement

હરણી તળાવમાં બોટ પલટી જતા 12 માસૂમ સહિત 14 ના મોત

ઉલ્લેખનીય છે કે, વડોદરાના (Vadodara) વાઘોડિયા રોડ ખાતે આવેલી ન્યૂ સનરાઇઝ સ્કૂલ તરફથી પિકનિકનું (New Sunrise School) આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુવારે પિકનિક હેઠળ હરણી લેક ખાતે બાળકો પહોંચ્યા હતા અને બોટિંગ કરવા માટે બોટમાં બેઠા હતા. આરોપ છે કે ક્ષમતાથી વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ અચાનક પલટી મારી હતી અને બાળકો સહિત કુલ 30 લોકો પાણીમાં ગરકાવ થયા હતા. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકા સહિત કુલ 14 લોકોના મોત નીપજ્યા હતા.

આ પણ વાંચો - Ramotsav : રામમય બન્યું ગુજરાત! ઠેર ઠેર રામભક્તિના અનેક રંગ, ક્યાંક શોભાયાત્રા તો ક્યાંક મહાયજ્ઞ-મહાપ્રસાદ

Tags :
Advertisement

.

×