Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Vadodara : 'હરણી હત્યાકાંડ' માં ખુલાસો, ભાગીદારોને બોટિંગના નિયમોની જ જાણ નહોતી!

વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક એવો જ ખુલાસો થયો...
vadodara    હરણી હત્યાકાંડ  માં ખુલાસો  ભાગીદારોને બોટિંગના નિયમોની જ જાણ નહોતી
Advertisement

વડોદરાના (Vadodara) 'હરણી હત્યાકાંડ' એ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું હતું. આ દુર્ઘટનામાં 12 માસૂમ બાળક અને 2 શિક્ષિકાના લેકમાં ડૂબવાથી મોત નીપજ્યાં હતાં. આ ઘટનાની તપાસમાં સતત ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. ત્યારે હવે વધુ એક એવો જ ખુલાસો થયો છે. તાપસમાં લેક ઝોનના ભાગીદારોની પૂછપરછમાં સામે આવ્યું છે કે લેક ઝોનના ભાગીદારો ખુદ બોટિંગના નિયમો શું છે તે જાણતા નહોતા. ભાગીદારોએ પૈસા બચાવવા માટે લાયકાત વગરનો અને બિનઅનુભવી સ્ટાફ રાખ્યો હતો.

વડોદરાની (Vadodara) હરણી લેક (Harani Lake) દુર્ઘટનાની યાદ હજી પણ લોકોના મનમાં તાજી છે. આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ત્યારે તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ ઊભા થયા હતા. જો કે, સરકારે આ ઘટનામાં જવાબદાર લોકો સામે કડક પગલાં લેવા અને કાર્યવાહી કરવા પોલીસને આદેશ આપ્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધી 13થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સતત નવા ખુલાસા પણ સામે આવી રહ્યા છે. હરણી હત્યાકાંડની (Harani Lake) તપાસ જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. હવે લેકઝોનના ભાગીદારોની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ભાગીદારોને બોટિંગના નિયમો અંગે જ જાણ નહોતી અને પૈસા બચાવવા માટે તેમણે બિનઅનુભવી અને લાયકાત વગરનો સ્ટાફ રાખ્યો હતો.

Advertisement

ભાગીદારોને એ પણ જ્ઞાન નહોતું કે બોટિંગ માટે શું જરૂરી હોય છે

પૂછપરછમાં જાણવા મળ્યું છે કે, ભાગીદારોને એ પણ જ્ઞાન નહોતું કે બોટિંગ માટે શું જરૂરી હોય છે ? બોટિંગ માટે ક્યાં પ્રકારનો સ્ટાફ રાખવો જોઈએ ? ભાગીદારોએ બોટિંગ જેવી જોખમી રાઇડ્સ માટે કેવા નિયમો હોવા જોઈએ તે જાણવાની પણ તસ્દી નહોતી લીધી. તપાસમાં બહાર આવ્યું કે, બોટિંગ સહિતના તમામ સ્ટાફની ભરતી આરોપી નિલેશ જૈને કરી હતી. સાથે મોટો ખુલાસો એ પણ થયો છે કે સંચાલકોએ જરૂરી લાઇસન્સ,વીમો કે રજિસ્ટ્રેશન સુદ્ધાં નથી કરાવ્યું. જો કે, આ અંગે હાલ પણ તપાસ ચાલી રહી છે.

Advertisement

આ પણ વાંચો - મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો વધુ એક વિવાદિત વિડીયો થયો વાયરલ

Tags :
Advertisement

.

×