Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : કોંગ્રેસમાં લોકસભા લડે તેવા ઉમેદવારો રહ્યા નથી - નારાયણ રાઠવા

VADODARA : આજે વડોદરા (VADODARA) ભાજપ (BJP) ના જિલ્લા કાર્યાલય વંદે કમલમનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ઉદ્ધાટન થનાર છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી (HOME MINISTER) હર્ષભાઇ સંઘવી (HARSH SANGHVI) વિશેષ હાજર રહેનાર છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાનાર...
vadodara   કોંગ્રેસમાં લોકસભા લડે તેવા ઉમેદવારો રહ્યા નથી   નારાયણ રાઠવા
Advertisement

VADODARA : આજે વડોદરા (VADODARA) ભાજપ (BJP) ના જિલ્લા કાર્યાલય વંદે કમલમનું પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હસ્તે ઉદ્ધાટન થનાર છે. આ કાર્યક્રમમાં ગૃહમંત્રી (HOME MINISTER) હર્ષભાઇ સંઘવી (HARSH SANGHVI) વિશેષ હાજર રહેનાર છે. ત્યારે તાજેતરમાં કોંગ્રેસનો છેડો ફાડીને ભાજપમાં જોડાનાર નારાયણ રાઠવા (NARAYAN RATHVA) આ કાર્યક્રમ પૂર્વે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે રાહુલ ગાંધીની યાત્રાથી કોઇ ફેર નહિ પડે તેમ જણાવ્યું હતું. સાથે જ ભાજપ જે ઉમેદવારને પસંદ કરશે તેને જીતાડવાનું તેમણે ઉમેર્યુ હતું.

ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરે તેને અમે જીતાડવાની કોશિશ કરીશું

નારાયણ રાઠવા જણાવે છે કે, કોંગ્રેસ પાર્ટીની ઉમેદવારોની ચયન પ્રક્રિયા ચાલુ છે. કોંગ્રેસ (CONGRESS) માંથી લોકસભા (LOKSABHA) લડે તેવા ઉમેદવારો આજની તારીખે રહ્યા નથી. સુખરામ રાઠવા ઉમેદવાર તરીકે છે. અમે ભાજપમાં જોડાયા છે. અમે ભાજપ સાથે એકમેક થઇને ખભેખભા મીલાવીને ભાજપના સંગઠન મજબૂત કરવાના છીએ. જે કોઇ ઉમેદવારને ભાજપનું પાર્લામેન્ટ્રી બોર્ડ નક્કી કરે તેને અમે જીતાડવાની કોશિશ કરીશું, રાહુલ ગાંધી (RAHUL GANDHI) ની યાત્રાથી કોઇ ફેર પડે તેવું લાગતું નથી. ગ્રામીણ વિસ્તારો ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની અનેકવિધ યોજનાઓ ખેડુતોથી લઇને ઉદ્યોગ-વેપાર-ધંધા કરનારાઓ માટે ચાલુ કરી છે. તેમાંથી તેઓ બહાર નિકળે નહિ. તે હિસાબે અમારા સંગઠનમાંથી લોકો ભાજપમાં જોડાઇ રહ્યા છે. મને લોકો કહે છે કે, તમે ભાજપમાં જોડાયા. અને વિકાસની મુખ્યધારાની ગતીમાં રહી ચૂંટણી લડીએ. સુખરામ રાઠવા અંગે કંઇ કહી શકું નહિ.

Advertisement

પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રભારી ગોરધન ઝડફિયાનો સમય લેવાના છીએ

વધુમાં નારાયણ રાઠવાએ ઉમેર્યું કે, આદિવાસી પટ્ટામાંથી અનેક લોકો ભાજપમાં જોડાવવાના છે. કાર્યક્રમ બાદ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને પ્રભારી ગોરધન ઝડફિયાનો સમય લેવાના છીએ. મોટી સંખ્યામાં છોટાઉદેપુરના મારા ટેકેદારો, સંન્નિષ્ઠ કાર્યકરો, પદાધીકારીઓ, તાલુકા સંગઠનના સભ્યો, સરપંચો, પૂર્વ સરપંચોને જોડવા માટેનો મોટો કાર્યક્રમ કરવાના છીએ. કોંગ્રેસ અને આપને જનસમર્થન નહિ મળે. કોંગ્રેસને ગુજરાતમાં કોઇ સીટ નહિ મળે. ભાજપને 26 સીટો મળશે. લોકોને જે વિશ્વાસ ભાજપમાં સંપાદન થયો છે તેને વાળવો મુશ્કેલ છે. ભાજપની ગત ટર્મમાં જેમ 26 સીટો આવી હતી, તેમ જ આ વખતે પણ આવશે.

Advertisement

અમે બિનશરતી ભાજપમાં જોડાયા છીએ

આખરમાં નારાયણ રાઠવા જણાવ્યું કે, અમે છોટાઉજેપુરમાંથી ભાજપમાં ટીકીટને લઇને કોઇ દાવેદારી કરી નથી. અમે બિનશરતી ભાજપમાં જોડાયા છીએ. પાર્ટી અને પાર્લામેન્ટ્રી બોર્ડ જે આદેશ આપે અમે તેનું પાલન કરીશું.

આ પણ વાંચો - VADODARA : SMC એ બુટલેગરનું ભોંયરૂ ખાલી કર્યું

Tags :
Advertisement

.

×