Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : ખભે સ્કુલ બેગ લટકાવી કોઇ મદદ માંગે તો સાચવજો !

VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં શાક માર્કેટ તરફ જતી વૃદ્ધ મહિલાને રસ્તામાં ખભે સ્કુલ બેગ (SCHOOL BEG) લગાડેલ શખ્સ મળે છે. અને તેની પાસે તે મદદની માંગણી કરે છે. મહિલાએ મદદ કર્યા બાદ થોડી વારમાં ધ્યાન જાય છે કે તેનું...
vadodara   ખભે સ્કુલ બેગ લટકાવી કોઇ મદદ માંગે તો સાચવજો
Advertisement

VADODARA : વડોદરાના છાણી વિસ્તારમાં શાક માર્કેટ તરફ જતી વૃદ્ધ મહિલાને રસ્તામાં ખભે સ્કુલ બેગ (SCHOOL BEG) લગાડેલ શખ્સ મળે છે. અને તેની પાસે તે મદદની માંગણી કરે છે. મહિલાએ મદદ કર્યા બાદ થોડી વારમાં ધ્યાન જાય છે કે તેનું મોટું નુકશાન થઇ ગયું છે. આખરે આ સમગ્ર મામલે મહિલા દ્વારા છાણી પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવે છે. જે બાદ પોલીસે બે અજાણ્યા શખ્સોને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યા છે.

સુરત જવું છે, રસ્તો બતાવો

વડોદરાના છાણી પોલીસ મથકમાં તારાબેન માળી (રહે. ખસવાડી કુવો, છાણી) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, પંદર દિવસ પહેલા તેઓ સાંજે શાકભાજી લેવા માટે ઘરેથી નિકળીને છાણી શાક માર્કેટ તરફ ચાલતા જઇ રહ્યા હતા. દરમિયાન ખભે સ્કુલ બેગ લટકાવેલો એક યુવક તેમની પાસે આવ્યો હતો. અને જણાવ્યું કે, મારે સુરત જવું છે. મને રસ્તો બતાવો. જે બાદ બંને વચ્ચે વાતો થઇ હતી.

Advertisement

રૂ. 200 કાઢીને આપ્યા

પછી તેણે કહ્યું કે, મારી પાસે સુરત જવાનું ભાડું નથી. આમ રટણ કરતો હતો. દરમિયાન બીજો એક અજાણ્યો શખ્સ આવ્યો અને વાત કરવા લાગ્યો. તેવામાં વૃદ્ધાએ બંનેને રૂ. 200 - 200 કાઢીને આપ્યા હતા. જે બાદ તેમણે સુરત જવા માટેનો રસ્તો પુછ્યો હતો. જેથી વૃદ્ધા તેમને ચાલતા ચાલતા છાણી ગામના બસ સ્ટેન્ડ સુધી લઇને આવ્યા હતા. અને ત્યાંથી વૃદ્ધા શાક માર્કેટ તરફ જવા નિકળી ગયા હતા.

Advertisement

એક કલાક સુધી સ્થળે બેસી ઇંતેજાર કર્યો

શાક માર્કેટમાં જતા ધ્યાને આવયું કે, મહિલાએ ગળામાં પહેરેલી સોનાની એક તોલાની ચેઇન ગાયબ છે. જેની કિંમત રૂ. 40 હજાર આંકવામાં આવી છે. જે બાદ મહિલાએ એક કલાક સુધી તે સ્થળે બેસી રહીને ઇંતેજાર કર્યો હતો. આખરે તેમના દિકરી-જમાઇએ વાત કરતા છાણી પોલીસ મથકમાં બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે બાદ પોલીસે આરોપીઓને દબોચી લેવા માટે ચક્રોગતિમાન કર્યા હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યા છે.

આ પણ વાંચો --  VADODARA : બેકાર યુવક જોડે સગાઇ તોડી નાંખતા શરૂ થયા ધતિંગ

Tags :
Advertisement

.

×