Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : મંદિર બહાર દેખાતી "VMC દાનપેટી" એ આશ્ચર્ય સર્જ્યુ

VADODARA : વડોદરા (VADODARA) માં મંદિર બહાર મુકવામાં આવેલી V.M.C દાનપેટીએ આશ્ચર્ય સર્જ્યું છે. આ અંગેનો વિડીયો હાલ સપાટી પર આવ્યો છે. આ વિડીયોમાં મંદિર બહાર ભુરા કલરથી V.M.C લખેલી દાનપેટી જોવા મળી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ દાનપેટી શહેરના...
vadodara   મંદિર બહાર દેખાતી  vmc દાનપેટી  એ આશ્ચર્ય સર્જ્યુ
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) માં મંદિર બહાર મુકવામાં આવેલી V.M.C દાનપેટીએ આશ્ચર્ય સર્જ્યું છે. આ અંગેનો વિડીયો હાલ સપાટી પર આવ્યો છે. આ વિડીયોમાં મંદિર બહાર ભુરા કલરથી V.M.C લખેલી દાનપેટી જોવા મળી રહી છે. પ્રાથમિક દ્રષ્ટિએ આ દાનપેટી શહેરના શિયાબાગ મેઇન રોડ, કેવડાબાગ સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવના મંદિરનું હોવાનો અંદાજ છે. હવે આ દાનપેટી કોના દ્વારા મુકવામાં આવી, અને આ દાનપેટી પર V.M.C લખવાનું કારણ શું છે, તેને લઇને તરહ-તરહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. આ મામલો આવનાર સમયમાં જ સ્પષ્ટ થશે. સામાન્ય રીતે મંદિરોમાં દાનપેટી પર લાલ અક્ષરોએ લખાણ લખવામાં આવતું હોવાનું ધ્યાને આવતું હોય છે.

ભુરા કલરથી લખવામાં આવ્યું

વડોદરાને સંસ્કારી નગરી તરીકેનું બિરૂદ મળ્યું છે. વડોદરાની રક્ષા નવનાથ કરી રહ્યા હોવાનું સૌ કોઇ માને છે. ત્યારે વડોદરાના શિયાબાગ મેઇન રોડ, કેવડાબાગ સ્થિત શ્રી સિદ્ધેશ્વર મહાદેવ મંદિરમાં અચરજ પમાડે તેવી વાત સપાટી પર આવી છે. આ મંદિરની દિવાલ પર એક દાનપેટી લટકાવીને મુકવામાં આવી છે. આ દાનપેટી પર V.M.C દાનપેટી લખવામાં આવ્યું છે. અને આ ભુરા કલરથી લખવામાં આવ્યું છે. વડોદરામાં VMC નો પ્રચલિત મતબલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન તરીકે થાય છે. અને તેને પાલિકાની કચેરીમાં ભૂરા કલરથી લખવામાં આવે છે.

Advertisement

મામલો આવનાર દિવસમાં સ્પષ્ટ થાઇ શકે

દાનપેટીમાં VMC ના ઉપરના ભાગે એક ચિત્ર જોવા મળી રહ્યું છે. જે વડોદરા પાલિકાના લોગો જોડે મળતું આવતું હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ દેખાઇ રહ્યું છે. હવે આ દાનપેટી કોણે મુકી તે વાતે વિસ્તારમાં આશ્ચર્ય સર્જાયું છે. સામાન્ય રીતે પાલિકા દ્વારા આ પ્રકારે દાનપેટી મુકવામાં આવી હોવાનું હજીસુધી કોઇ ધર્મસ્થાને સામે આવ્યું નથી. આ દાનપેટી પર આ લખાણ કેમ લખવામાં આવ્યું છે, આ મામલો આવનાર દિવસમાં સ્પષ્ટ થાય તેવું જાણવા મળી રહ્યું છે. VMC દાનપેટીએ મંદિરમાં દર્શનાર્થે આવતા લોકોમાં આશ્ચર્ય સર્જ્યું હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.

Advertisement

આ પણ વાંચો -- VADODARA : કોન્ટ્રાક્ટરે જાતે જ ભૂલ સુધારવી પડશે, VMC ચેરમેન એક્શનમાં

Tags :
Advertisement

.

×