VADODARA : પેકેજ્ડ વોટરથી લઇ પનીર સુધી 10 નમુનાના પરિણામો જાહેર
VADODARA : વડોદરા મહાનગર પાલિકા (VMC - VADODARA) દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં પનીર, ખાદ્યતેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, કુલ્ફી, ચીલી પાવડરનું વેચાણ કરતા ઉપ્તાદકો, ડિસ્ટ્રીબ્યુટર, તથા રીટેઇલ દુકાનો સહિતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી ત્યાંથી નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. જેના પરિણામો આજે સામે આવ્યા છે. જેમાં પેકેજ્ડ ડ્રીકીંગ વોટરથી લઇને પનીર સુધીના 10 અલગ અલગ નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે.
લેબોરેટરીમાં આપવામાં આવ્યા
વડોદરા પાલિકાની ખોરાક શાખા દ્વારા લોકોના આરોગ્યને ધ્યાને રાખીને ખાદ્ય પદાર્થોનું ચેકીંગ હાથ ધરવામાં આવતું હોય છે. આ ચેકીંગ દરમિયાન એકત્ર કરવામાં આવેલા નમુનાઓને પાલિકાની ફતંગેજ સ્થિત લેબોરેટરીમાં આપવામાં આવ્યા હતા. જેના પરિણામો સામે આવ્યા છે. તાજેતરમાં પાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારો હાથીખાના, માંજલપુર, કારેલીબાગ, સેવાસી, મકરપુરા, સુભાનપુરા, વીઆઇપી રોડ, નિઝામપુરા, ગોરવામાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું.
કાયદેસરની કાર્યવાહી હાથ ધરાશે
જેમાં પનીર, ખાદ્યતેલ, આઇસક્રીમ, પેકેજ્ડ ડ્રીંકીંગ વોટર, કુલ્ફી, ચીલી પાવડરનું વેચાણ કરતા ઉપ્તાદકો, ડિસ્ટ્રીબ્યુટર, તથા રીટેઇલ દુકાનો સહિતની જગ્યાઓ પર ચેકીંગ હાથ ધરી ત્યાંથી નમુના એકત્ર કરવામાં આવ્યા હતા. જેમાં 9 ખાદ્ય પદાર્થોના નમુના સબ સ્ટાન્ડર્ડ મળી આવ્યા છે. જે પૈકી એક નમુનો અનસેફ જાહેર થયો છે. પાલિકા દ્વારા આ તમામ વેપારીઓ સામે ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ અન્વયે આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે.
આ પણ વાંચો -- VADODARA : સ્માર્ટ વિજ મીટરનો કકળાટ આજે પણ યથાવત




