Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

VADODARA : VMC લખેલા ટ્રેક્ટરે કચરાનો ગેરકાયદેસર નિકાલ કર્યો, CCTV જોતું રહ્યું

VADODARA : વડોદરા (VADODARA) ના મંગલપાંડે રોડ પર આવેલી વિશ્વામિત્રી નદીના પટમાં સીસીટીવી સામે જ વીએમસી (VMC) લખેલા ટ્રેક્ટર દ્વારા કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક કાર્યકરે (SOCIAL WORKER) ટ્રેક્ટર ચાલકને પકડી પાડી આવા...
vadodara   vmc લખેલા ટ્રેક્ટરે કચરાનો ગેરકાયદેસર નિકાલ કર્યો  cctv જોતું રહ્યું
Advertisement

VADODARA : વડોદરા (VADODARA) ના મંગલપાંડે રોડ પર આવેલી વિશ્વામિત્રી નદીના પટમાં સીસીટીવી સામે જ વીએમસી (VMC) લખેલા ટ્રેક્ટર દ્વારા કચરાનો ગેરકાયદેસર નિકાલ કરવામાં આવ્યો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સામાજીક કાર્યકરે (SOCIAL WORKER) ટ્રેક્ટર ચાલકને પકડી પાડી આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે અવાજ ઉઠાવ્યો છે. તાજેતરમાં આ જ સ્થળે રીક્ષામાં કચરાનો નિકાલ કરાતા વોર્ડ ઓફિસરે પકડી પાડ્યા હતા. અને દંડનીય કાર્યવાહી કરી હતી.

અનેક સ્થળોએ સીસીટીવી કેમેરા પણ મુકવામાં આવ્યા

વડોદરા (VADODARA) ના મધ્યમાંથી વિશ્વામિત્રી નદી પસાર થાય છે. તેના પટને સ્વચ્છ બનાવવા માટે પાલિકાનું તંત્ર લાંબા સમયથી પ્રયાસો કરી રહ્યું છે. છતાં પણ હજી સુધી નક્કર સફળતા મળી શકી નથી. વિશ્વામિત્રી નદી તથા પટ વિસ્તારમાં કચરો નાંખનારા લોકો પર નજર રાખવા અને તેમની સામે કાર્યવાહી કરવા માટે અનેક સ્થળોએ સીસીટીવી (CCTV) કેમેરા પણ મુકવામાં આવ્યા છે. આવી જ એક જગ્યા એટલે રાત્રી બજાર પાછળ આવેલો મંગલ પાંડે માર્ગ

Advertisement

હાલ સ્થળે પાલિકા દ્વારા કચરો નહિ નાંખવા અંગેની નોટીસ મારવામાં આવી છે

આ જ જગ્યાએ આજે વધુ એક વખત કચરારૂપી કાટમાળનો નિકાલ કરવામાં આવ્યો હોવાની ઘટના સામાજીક કાર્યકર અતુલ ગામેચીએ ઉજાગર કરી છે. અતુલ ગામેચી જણાવે છે કે, શહેરના મંગલપાંડે રોડ પર અનેક લોકો ગંદકી કરવામાં આવતી હતી. તેમની સામે પાલિકાના અધિકારીઓ દ્વારા દંડ વસુલવામાં આવતો હતો. હાલ સ્થળે પાલિકા દ્વારા કચરો નહિ નાંખવા અંગેની નોટીસ મારવામાં આવી છે. સાથે જ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. સાથે જ અહિંયા અગાઉ બે કર્મચારીઓ મુકવામાં આવ્યા હતા. આજે વીએમસીનું બોર્ડ મારેલું ટ્રેક્ટર કચરાનો નિકાલ કરતા રંગેહાથ ઝડપાયું છે.

Advertisement

તમામ સામે એકસમાન કાર્યવાહી કરવી જોઇએ

વધુમાં તેમણે ઉમેર્યું કે, ટ્રેક્ટરને અહિંયા કોણે મોકલ્યા, અધિકારીઓની જાણ બહાર કોન્ટ્રાક્ટર દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું લાગે છે ! ગંદકી ફેલાવનાર તમામ સામે એકસમાન કાર્યવાહી કરવી જોઇએ.

જવાબદાર લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ

અત્રે ઉલ્લેખનીય છે કે, પાલિકાનું બોર્ડ મારેલું વાહન જ જો આ પ્રકારે બિંદાસ્ત રીતે ગેરકાયદેસર કચરાનો નિકાલ કરશે, તો સામાન્ય પ્રજામાં શું સંદેશ જશે, આ વાતને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇને પાલિકાના સત્તાધીશો દ્વારા જવાબદાર લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠવા પામી છે. હવે આ મામલે આગળ શું થાય છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.

આ પણ વાંચો --VADODARA : નવદંપતિ વચ્ચે જૂતા ચોરીની રસમ બાદથી શરૂ થયો ખટરાગ, પતિએ કેનેડા ગયા બાદ તરછોડી

Tags :
Advertisement

.

×