VADODARA : બે વર્ષ પહેલાની અદાવતે યુવકને ઢીબી નાંખ્યો
VADODARA : વડોદરા (VADODARA) પાસે ઘરેથી નિકળ્યા બાદ રસ્તામાં યુવકને બે શખ્સોએ ઢીબી નાંખ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં યુવકને ચપ્પુના સામાન્ય ઘા પહોંચતા તેને વડોદરાના સરકારી દવાખાને (GOVERNMENT HOSPITAL - VADODARA) લાવવામાં આવ્યો છે. જ્યાં તેની તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે. તો બીજી તરફ વાઘોડિયા પોલીસ મથક (WAGHODIA POLICE STATION) માં બે શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
મારી દારૂની ગાડી કેમ પકડાવી
વાઘોડિયા પોલીસ મથકમાં વિજયભાઇ ઉર્ફે ચાઇનો કાળીદાસ તલાવીયા (રહે. નવી નગરી, વાઘોડિયા) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તે છુટ્ટક મજુરી કરીને ગુજરાન ચલાવે છે. ગતરોજ સવારના સમયે તે વાહન લઇને કપુરાઇ ગામે જવા નિકળ્યા હતા. દરમિયાન રવાલ ગામે બસ સ્ટેન્ડ પાસે એક કાર તેની પાસે આવીને ઉભી રહી હતી. તેમાંથી શાર્દુલ ભરવાડ તથા એક ઇસમ બહાર નિકળ્યો હતો. શાર્દુલ ભરવાડે કહ્યું કે, બે વર્ષ પહેલા તે મારી દારૂની ગાડી કેમ પકડાવી હતી. સામે વિજયે કહ્યું કે, મેં તમારી ગાડી પકડાવી નથી.
લોકો એકત્ર થઇ ગયા
જે બાદ અન્ય શખ્સે વિજયને પકડી રાખ્યો હતો. અને ગાળો બોલીને કહ્યું કે, તું મારી ગાડીમાં બેસી જા. જેનો વિજયે ઇનકાર કરતા તેને માર મારવામાં આવ્યો હતો. દરમિયાન વિજયના હાથમાં ચપ્પુ મારવામાં આવ્યું હતું. જેમાં તેને સાધારણ ઇજાઓ પહોંચી હતી. જે બાદ બુમાબુમ થતા આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. અને વિજયને વધુ મારથી બચાવ્યો હતો. જે બાદ વિજયે દુર જઇને પરિજનને ફોન કર્યો હતો. જે બાદ તેને સારવાર અર્થે વડોદરાના સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો. જ્યાં તબિયત સુધારા પર હોવાનું જાણવા મળી રહ્યું છે.
વધુ કાર્યવાહી હાથ ધરાઇ
ઉપરોક્ત મામલે શાર્દુલ ભરવાડ (રહે. હનુમાન પુરા, વાઘોડિયા) અને અજાણ્યા ઇસમ સામે વાઘોડિયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો -- VADODARA : બુટલેગર અને હોટલ સંચાલકની ગજબ સાંઠ-ગાંઠ !


